શું શાહરુખ ખાનની લોકપ્રિયતાનો લાભ મળશે દૂરદર્શનને? 27 વર્ષ જૂની સિરિયલનું રી-બ્રૉડકાસ્ટ!

શાહરુખ ખાન (Shahrukh Khan)બૉલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બેતાજ બાદશાહ છે, પરંતુ તેની કારકિર્દીની શરૂઆત ટીવીની દુનિયાથી થઈ હતી. તેની પ્રથમ સિરિયલ ‘ફૌજી’ (Fauji) હતી, જે વર્ષ 1988માં ટેલિકાસ્ટ થઈ હતી. જેમાં તે અભિમન્યુ રાયની ભૂમિકામાં જોવા મળ્યા હતા, આ શોના 13 એપિસોડ ઓન એર થયા હતા. હવે આ શોને દૂરદર્શન (DD National) ફરીથી પ્રસારીત કરવા જઈ રહ્યું છે, હવે તમે આ શો ક્યારે જોઇ શકશો? ચાલો જાણીએ.
શાહરૂખ ખાનની પહેલી ટીવી સીરિયલ ‘ફૌજી’ ફરી ડીડી નેશનલ પર ફરીથી પ્રસારિત થવા જઈ રહી છે. તેના વિશે માહિતી શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, ‘ફરી આવી રહ્યો છે ફોજી. ભારતનો એવો ધમાકેદાર શો કે જેણે દેશને તેનો સૌથી મોટો સુપરસ્ટાર આપ્યો…આવો ફરી એકવાર એ જ સુહાના સફરનો હિસ્સો બનીએ.”
Also Read – સલમાન ખાનને ધમકી આપનાર શાકભાજી વેચવા વાળો નીકળ્યો, મુંબઈ પોલીસે આ રીતે કરી ધરપકડ
DD National પર આજે 24 ઓક્ટોબરથી આ શો જોવા મળશે. બપોરે 12:00 વાગ્યે અને પુનઃ પ્રસારણ રાતે 11:30 વાગ્યે કરવામાં આવશે. શોનું નામ જોતાં જ લાગે છે કે આ સિરિયલને ભારતીય આર્મી કમાન્ડો રેજિમેન્ટની ટ્રેનિંગની સ્ટોરી પર બનાવવામાં આવી છે. તેનું દિગ્દર્શન રાજ કુમાર કપૂરે કર્યું હતું.
શાહરૂખ ખાને 1988થી 1991 સુધી ટીવી પર કામ કર્યું હતું. તે ‘દિલ દરિયા’, ‘ઉમ્મીદ’, ‘મહાન કર્ઝ’, ‘વાગલે કી દુનિયા’, ‘સર્કસ’, ‘દૂસરા કેવલ’, ‘ઇડિયટ’માં જોવા મળ્યા હતા. તેમણે 1992માં ફિલ્મ ‘દીવાના’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી અને 1993માં અન્ય એક સીરિયલ ‘Rajani’માં જોવા મળ્યા હતા. ફિલ્મ ‘દીવાના’ બાદ શાહરૂખ ‘ચમત્કાર’, ‘રાજુ બન ગયા જેન્ટલમેન’, ‘દિલ આશના હૈ’, ‘માયા મેમસાબ’, ‘પહેલા નશા’ અને ‘કિંગ અંકલ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું, પરંતુ 1993માં આવેલી ‘બાઝીગર’ અને ‘ડર’ જેવી ફિલ્મોએ તેમને ઈન્ડસ્ટ્રીમાં ઓળખ અપાવી.