રાશાએ કાંડા પર કાળા દોરાઓ કેમ બાંધ્યા છે? સ્ટારકિડે શું કહ્યું?
મુંબઈઃ અભિનેત્રી રવિના ટંડનની દીકરી રાશા થડાની ટૂંક સમયમાં બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. રાશાની પહેલી ફિલ્મ ‘આઝાદ’ ૧૭ જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં રાશા સાથે અજય દેવગનનો ભત્રીજો અમન દેવગન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
જોકે, અત્યારે રાશા તેની આગામી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેનું ગીત ‘ઉઇ અમ્મા’ થોડા દિવસ પહેલા જ રિલીઝ થયું હતું, જેની ખૂબ ચર્ચા છે. આ ગીતને અત્યાર સુધીમાં ૩૪ મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. રાશા ફિલ્મની સાથે તેની આધ્યાત્મિક બાજુ માટે પણ ચર્ચામાં છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન રાશા અલગ-અલગ લુકમાં જોવા મળી હતી, પરંતુ દરેક વખતે તેના હાથ પર કાળા દોરા બાંધેલા હતા. જેની અનેક લોકોએ નોંધ લીધી હતી.
આ પણ વાંચો : Rekha-Amitabh Bachchan ના અફેયરને લઈને આ શું બોલ્યા Jaya Bachchan?
કેટલાકે કહ્યું કે સ્ટાર કિડ ખરાબ નજરથી બચવા માટે આ દોરા બાંધે છે, જ્યારે અન્ય લોકોએ તેને તેની આગામી ફિલ્મ સાથે જોડ્યું હતું. પરંતુ, હવે રાશા થડાનીએ પોતે જ પોતાના હાથ પર આટલા બધા કાળા દોરાઓ કેમ બાંધ્યા છે તેનું કારણ અને મહત્વ જણાવ્યું છે. સાથે દોરાની ગણતરી પણ કરી હતી.
રાશાએ જણાવ્યું હતું કે હાલમાં તેણે પોતાના હાથમાં ૧૧ કાળા દોરા બાંધ્યા છે, જે ૧૨ જ્યોતિર્લિંગ દર્શાવે છે. રાશાએ કહ્યું- ‘હું અત્યાર સુધી જ્યાં પણ ગઈ છું, દરેક જગ્યાએ મેં દોરો બાંધ્યો છે. કેદારનાથ, સોમનાથ, રામેશ્વરમ,કાશી વિશ્વનાથ…આમાંથી એક દોરો બદ્રીનાથ ધામનો પણ છે, જોકે, તે જ્યોતિર્લિંગ નથી.
રાશા આગળ જણાવ્યું હતું કે મેં અત્યાર સુધીમાં ૧૧ જ્યોતિર્લિંગના દર્શન કર્યા છે. નાગેશ્વર જવાનું બાકી છે. મને આશા છે કે આ વર્ષે હું ચોક્કસપણે ત્યાં જઈશ. હું ભગવાન શિવની ભક્ત છું. તમને જણાવી દઈએ કે ‘આઝાદ’ ૧૭ જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે, જે રાશા થડાની અને અમન દેવગનની ડેબ્યૂ ફિલ્મ છે.