રવીના ટંડને ‘નકલી’ રોડ રેજ વીડિયો માટે બદનક્ષીની નોટિસ મોકલી

મુંબઈ: અભિનેત્રી રવિના ટંડને એક કથિત રોડ રેજની ઘટનાના સંબંધમાં સોશિયલ મીડિયા પર તેના દ્વારા પોસ્ટ કરવામાં આવેલ વિડિયો દૂર ન કરવા બદલ એક વ્યક્તિને માનહાનિની નોટિસ મોકલી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં, વ્યક્તિએ દાવો કર્યો હતો કે તેની માતા, બહેન અને ભત્રીજી અહીં અભિનેત્રીના ઘરની નજીક હતા ત્યારે ટંડનની કારે તેની માતાને ટક્કર મારી હતી અને પૂછપરછ કરવા પર હુમલો કરવાનો આરોપ અભિનેત્રી પર લગાવ્યો હતો. જો કે, મુંબઈ પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે અભિનેત્રીની કાર કોઈની સાથે ટકરાઈ નહોતી . એડવોકેટ સના ખાન દ્વારા મોકલવામાં આવેલી બદનક્ષીની નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, અભિનેત્રીએ પોલીસ તપાસમાં બહાર આવેલી ” સાચી હકીકતો” વિશે તે વ્યક્તિને જાણ કરીને વિડીયો દૂર કરવા જણાવ્યું છે.
માનહાનિની નોટિસ મુજબ, વ્યક્તિએ અભિનેત્રીને તેના એક્સ એકાઉન્ટમાંથી વિડિયો હટાવવા માટે વિનંતી પત્ર મોકલવા કહ્યું, જે ૫ જૂને ઇમેઇલ દ્વારા મોકલવામાં આવ્યો હતો. જો કે, તે વ્યક્તિએ પોસ્ટને ડિલીટ કરવાનો ઇનકાર કરીને સામી ધમકી આપી છે કે “જો વિનંતી પત્ર ૨૪ કલાકની અંદર પાછો ખેંચવામાં નહીં આવે તો કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવશે,” નોટિસમાં ટંડને જણાવ્યું હતું કે તે વ્યક્તિએ વીડિયો દ્વારા સોશિયલ મીડિયા અને ન્યૂઝ પોર્ટલ પર તેને બદનામ કરી હતી “જે નકલી અને અપમાનજનક” પણ છે. તેને માનસિક ઉત્પીડન અને યાતના આપીને તેને જાહેરમાં બદનામ કરવામાં આવી છે. એડવોકેટ ખાને જણાવ્યું હતું કે, અમે હાલમાં આ મુદ્દાને ઉકેલવા માટે તમામ જરૂરી કાયદાકીય પગલાં લઈ રહ્યા છીએ અને ન્યાય મળે તે સુનિશ્ચિત કરી રહ્યા છીએ અને આ બદનક્ષીભરી ઝુંબેશને ચાલુ રાખવા બદલ તેની સામે પગલાં લેવામાં આવશે.