Happy Birthday: જેની પહેલી ફિલ્મે પ્રેમીઓને ઘેલા કર્યા તેને પ્રેમ ન મળ્યો ને…
બોલીવૂડની ઘણી એવી હસ્તીઓ છે જેની પહેલી ફિલ્મે ધૂમ મચાવી હોય અને સિનેસા ઈતિહાસની યાદગાર ફિલ્મોમાંની તે એક બની હોય. આજે આવી જ એક ફિલ્મથી હિન્દી સિનેમાજગતમાં ડેબ્યુ કરનારી અભિનેત્રી રતિ અગ્નિહોત્રીનો જન્મદિવસ છે. રતિ આજે પોતાનો 65મો જન્મદિવસ મનાવી રહી છે.
આ પણ વાંચો : Viral Video: મંદિરમાં નાગાર્જુને નવી નવેલી વહુ શોભિતા ધૂલીપાલા સાથે કર્યું કંઈક એવું કે…
રતિનો જન્મ મુંબઈમાં પંજાબી પરિવારમાં થયો હતો અને તેણે 10 વર્ષની ઉમરથી મોડલિંગ શરૂ કર્યુ હતું, પરંતુ તે 16 વર્ષની હતી અને પિતા ચેન્નઈ શિફ્ટ થઈ ગયા રતિએ ત્યાં અભ્યાસ સાથે એક્ટિંગ કરવાનું શરૂ કર્યુ. પરિવારને ખાસ પસંદ ન હતું, પરંતુ રતિને આ ફિલ્મીદુનિયાથી લગાવ હતો અને 1979માં તેની પહેલી સુપરહીટ તમિળ ફિલ્મ આવી.
તમિળની જેમ તેની હિન્દી ફિલ્મજગતમાં એન્ટ્રી પર સુપરહીટ ફિલ્મથી થઈ. 1981માં તેણે કમલહસન સાથે એક દુજે કે લીયે ફિલ્મ કરી અને આ ફિલ્મે જબરજસ્ત સફળતા મેળવી.
ફિલ્મના અંતમાં બે પ્રેમીઓ વાસુ અને સપના આત્મહત્યા કરી લે છે. આ ફિલ્મ જોયા બાદ ઘણા પ્રેમીયુગલોએ આત્મહત્યા કરી લીધી હતી અને સરકારે નિર્માતાને ફિલ્મનો અંત બદલવાની ફરજ પાડી હતી. આજે પણ એટલા જ સુમધુર સંભળાતા ગીતોવાળી આ ફિલ્મે રતિને હિન્દી ફિલ્મજગતમાં સારી એવી ઓળખ આપી. ત્યારબાદ તેણે કુલી, તવાયફ, મુજે ઈન્સાફ ચાહીયે, મશાલ, હુકુમત જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યુ. એક દુજે કે લીયે અને તવાયફ માટે તેને ફિલ્મફેર એવોર્ડ માટે નોમિનેશન મળ્યું હતું
જોકે રતિને પર્સનલ લાઈફમાં પ્રેમ ન મળ્યો. અન્ય સામાન્ય સ્ત્રીની જેમ તે ડોમેસ્ટિક વાયોલન્સનો શિકાર બની. 1985માં રતિએ આર્કિટેક્ટ અનિલ વીરવાની સાથે લગ્ન કર્યા અને તનુજ નામના પુત્રને જન્મ આપ્યો. જોકે થોડા વર્ષો પહેલા રતિએ પતિ વિરુ્ધ પોલીસમા ફરિયાદ નોંધાવી અને મારપીટ તેમ જ જીવના જોખમની ફરિયાદ કરી હતી. હવે તે અલગ રહે છે.
આ પણ વાંચો : Nita Ambaniએ નાની વહુ Radhika Merchant સાથે કર્યું કંઈ એવું કે…
પોલેન્ડમાં તેનું ઘર છે અને બહેન સાથે મુંબઈમાં રેસ્ટોરાં ચલાવે છે. દીકરો તનુજ ફિલ્મજગતમાં નામ કમાવવા મથી રહ્યો છે.
રતિએ 2000 ની સાલમાં ફિલ્મોમાં ફરી રસ લીધો. તેણે કુછ ખટ્ટી કુછ મીઠી સહિતની હિન્દી તેમ જ સાઉથની ફિલ્મોમાં અભિનય કર્યો અને હજુ એક્ટિવ છે.
રતિને જન્મદિવસની શુભકામના