મનોરંજન

Shatrughna Sinha બાદ Sonakshi-Zahirના લગ્નને લઈને સસરા Ratansi Iqbalએ કહ્યું કે આ તો…

દબંગ ગર્લ અને બોલીવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા (Bollywood Actress Sonakshi Sinha) હાલમાં પોતાના લગ્નને કારણે દરરોજ લાઈમલાઈટમાં આવતી જ રહે છે. સાત વર્ષ સુધી બોયફ્રેન્ડ ઝહિર ઈકબાલ (Zahir Iqbal)ને ડેટ કર્યા બાદ આખરે આવતીકાલે સોનાક્ષી મિસ. સિન્હા મટીને મિસિઝ ઈકબાલ બની જશે. આ લગ્નને લઈને બંને પરિવારમાં જેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે એટલી જ ઉત્સુક્તા ફેન્સને પણ છે. પરંતુ આ બધા વચ્ચે સોનાક્ષીના સસરા અને ઝહિરના પિતાનું એક નિવેદન ચર્ચાનું કારણ બન્યું છે.

ફેન્સના મનમાં જાત જાતના સવાલો ઉઠી રહ્યા છે કે આખરે આ લગ્ન હિંદુ રીત-રિવાજોથી થશે કે મુસ્લિમ પદ્ધતિથી. આ સાથે સાથે જ એવી ચર્ચા પણ ચાલી રહી છે કે લગ્ન બાદ શું સોનાક્ષી હિંદુ ધર્મ છોડીને મુસ્લિમ ધર્મ અંગિકાર કરશે કે કેમ? હવે આ બાબતે સોનાક્ષી સિન્હાના થનારા સસરા અને જાણીતા બિઝનેસમેન રતનસી ઈકબાલ (Businessman Ratansi Iqbal)એ ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

આ પણ વાંચો: તો શું 23 જૂને નથી સોનાક્ષી-ઝહીરના લગ્ન! શત્રુધ્ન સિંહાંએ કહ્યું કે….

આવો જોઈએ આખરે શું કહ્યું રતનસી ઈકબાલે… એક અખબારને આપેલી મુલાકાતમાં જ્યારે રતનસી ઈકબાલને જ્યારે પૂછવામાં આવ્યું કે શું લગ્ન બાદ સોનાક્ષીએ ધર્મ પરિવર્તન કરવું પડશે તો એના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે તે પોતાનો ધર્મ નહીં બદલે. આ લગ્ન બે દિલોનું મિલન છે અને આમાં ધર્મની કોઈ જ ભૂમિકા નથી. હું માણસાઈ પર વિશ્વાસ કરું છું. હિંદુઓ ભગવાનને ભગવાન કહે છે અને અમે મુસ્લિમો એમને અલ્લાહ કહીએ છીએ. પરંતુ આખરે તો આપણે બધા એક જ છીએ. મારા આશિર્વાદ સોનાક્ષી અને ઝહિર સાથે છે.

આ પણ વાંચો: મહેંદી હૈ રચનેવાલીઃ Sonakshi Sinhaનું ઘર ઝગમગ્યું, મહેંદીની તૈયારી

આ ઉપરાંત લગ્ન વિશે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે આ લગ્ન ન તો હિંદુ હશે કે ન તો મુસ્લિમ. આ એક સિવિલ મેરેજ હશે. હિંદુ-મુસ્લિમ એક્ટ હેઠળ આ રજિસ્ટર મેરેજ અમારા ઘરે થશે. સાનાક્ષી અને એનો પરિવાર અમારે ત્યાં આવશે. બંનેના લગ્ન રજિસ્ટર થયા બાદ મિત્રો અને પરિવારના સભ્યો સાથે એક ગ્રાન્ડ સેલિબ્રેશન થશે. 20મી જૂનના હલદી, 21મી જૂનના મહેંદી બાદ આજે 22મી જૂનના એટલે કે આજે સોનાક્ષી અને ઝહિરનું સંગીત છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button