‘પુષ્પા2 ધ રુલ’માં રશ્મિકાનો ફર્સ્ટ લૂક રિવીલ
મુંબઈઃ રશ્મિકા મંદાના આજે પોતાનો જન્મદિન ઉજવી રહી છે. ત્યારે આજના ખાસ દિવસે જ અભિનેત્રીએ તેના ફેન્સને એક જોરદાર સરપ્રાઈઝ મળી છે. વાત એમ છે કે ‘પુષ્પા 2 ધ રૂલ’થી અભિનેત્રીનો ફર્સ્ટ લૂક રિવીલ કરી દેવાયો છે. ત્યારે પ્રથમ ફિલ્મમાં ચંચળ, નમણી શ્રીવલ્લી હવે આ ફિલ્મમાં ગુસ્સાવાળી બતાવીને ધૂમ મચાવા જઈ રહી છે.
પોસ્ટરમાં તેનો ઈન્ટેન્સ લૂક જોવા મળી રહ્યો છે. પહેલા પાર્ટમાં ભોળી શ્રીવલ્લી હવે પહેલાથી વધારે તેજ તર્રાર થઈ ગઈ છે. ગ્રીન સિલ્ક સાડીમાં, ગળામાં સોનાના ઘરેણાં અને કમરબંધ સાથે શ્રીવલ્લીની આંખોમાં જ્વાળા દેખાય રહી છે.
પોસ્ટર જોઈને લાગે છે કે પુષ્પા (અલ્લુ અર્જુન) સાથે લગ્ન બાદ તેના પણ સ્વભાવમાં એક અભિમાન આવી ગયુ છે. હવે પહેલા પાર્ટના બદલે બીજા પાર્ટમાં શ્રીવલ્લીનું કેરેક્ટર પણ દમદાર જોવા મળી શકે છે. પોસ્ટરમાં રશ્મિકા પોતાના એક હાથથી આંખને હાઈલાઈટ કરતા કંઈક હટકે પોઝ આપી રહી છે. તેનો આ અંદાજ પણ ફેન્સના ઉત્સાહમાં વધારો કરી રહ્યો છે.
પુષ્પા 2થી બહાર આવેલા રશ્મિકાના આ લૂકને જોઈ ફેન્સ કમેન્ટ કરી રહ્યા છે અને જન્મદિવસની શુભેચ્છા પણ પાઠવી રહ્યા છે. ફેન્સ પુષ્પાના પ્રથમ પાર્ટના તરખાત બાદ બીજા પાર્ટ માટે આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. સિનેમાઘરોમાં ફિલ્મ 15 ઓગસ્ટે રિલીઝ થશે.