રશ્મિકા મંદાના Vs આયુષ્માન ખુરાના: 'થામા' ફિલ્મના આ કલાકારો પૈકી કોણ છે સૌથી વધુ ધનવાન? | મુંબઈ સમાચાર
મનોરંજન

રશ્મિકા મંદાના Vs આયુષ્માન ખુરાના: ‘થામા’ ફિલ્મના આ કલાકારો પૈકી કોણ છે સૌથી વધુ ધનવાન?

મુંબઈ: હોલીવૂડમાં જેમ માર્વેલ અને ડીસી પોતાની સુપરહીરો ફિલ્મ માટે જાણીતા છે. એ જ રીતે બોલીવૂડમાં મેડોક હોરર કોમેડી યુનિવર્સની ફિલ્મોને લઈને પોતાની નવી ઓળખ ઊભું કરી રહ્યું છે. આગામી દિવાળીએ આ યુનિવર્સની નવી ફિલ્મ ‘થામા’ રિલીઝ થવા જઈ રહી છે. આ હોરર-કોમેડીમાં પહેલીવાર બોલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાના અને દક્ષિણ ભારતીય સુંદરી રશ્મિકા મંદાનાની જોડી જોવા મળશે. રશ્મિકા મંદાના દક્ષિણ અને બોલીવુડ બંનેમાં લોકપ્રિય છે, જ્યારે આયુષ્માન અભિનયની સાથે સિંગિંગ પણ કરે છે. જોકે, આ બંને પૈકી કોણ વધુ ધનવાન છે? આવો જાણીએ.

આયુષ્યમાને ફીમાં કર્યો ઘટાડો

આયુષ્યમાન ખુરાનાએ રશ્મિકા મંદાના પહેલા બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. આયુષ્માન ખુરાનાએ 2012માં ‘વિકી ડોનર’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો અને ‘ડ્રીમ ગર્લ’, ‘દમ લગા કે હૈશા’, અને ‘બાલા’ સહિત અનેક હિટ ફિલ્મો આપી. અભિનય ઉપરાંત, તેણે ‘પાની દા રંગ’ અને ‘નઝમ નઝમ’ જેવા ચાર્ટબસ્ટર ગીતોને પણ પોતાનો અવાજ આપ્યો છે. અનેક સફળ ફિલ્મો બાદ આયુષ્માને પોતાની ફી વધારીને રૂ. 25 કરોડ કરી હતી, જોકે કોરોના મહામારી બાણ અભિનેતાએ પોતાની ફી ઘટાડીને રૂ. 15 કરોડ કરી દીધી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ‘થામા’ ફિલ્મ માટે આયુષ્માન ખુરાનાએ રૂ. 8 થી 10 કરોડ ફી લીધી છે.

આયુષ્માન ખુરાનાની સંપત્તિની વાત કરીએ તો તે મુંબઈના અંધેરીમાં 4,000 ચોરસ ફૂટનું 7BHK લક્ઝુરિયસ ઘર ધરાવે છે. તેના કાર કલેક્શનમાં મર્સિડીઝ-મેબેક GLS600, મર્સિડીઝ-બેન્ઝ S-ક્લાસ, BMW 5 સિરીઝ અને Audi A6 જેવા લક્ઝુરિયસ વાહનોનો સમાવેશ થાય છે. વિવિધ મીડિયા અહેવાલો અનુસાર, આયુષ્માન ખુરાનાની કુલ સંપત્તિ રૂ. 90થી રૂ. 100 કરોડની વચ્ચે છે.

‘નેશનલ ક્રશ’ રશ્મિકા કેટલી ફી લે છે?

આયુષ્યમાન ખુરાનાની ફિલ્મોમાં એન્ટ્રીના ચાર વર્ષ બાદ રશ્મિકા મંદાનાએ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. રશ્મિકા મંદાનાએ 2016માં કન્નડ ફિલ્મ ‘કિરિક પાર્ટી’થી ફિલ્મી પદડે પદાર્પણ કર્યું હતું. ત્યારબાદ 2018માં આવેલી ‘ગીતા ગોવિંદમ’ ફિલ્મથી તેને આગવી ઓળખ મળી હતી. પરિણામે તે ‘નેશનલ ક્રશ’ તરીકે જાણીતી બની હતી. ‘પુષ્પા’ ફિલ્મમાં શ્રીવલ્લીના પાત્રથી તે વધારે હેડલાઇન્સમાં રહી હતી. ત્યારબાદ તેને બોલીવૂડમાં ‘એનિમલ’, ‘છાવા’, અને ‘સિકંદર’ જેવી ફિલ્મો પણ કરી છે.

રશ્મિકા એક ફિલ્મ માટે રૂ. 4 કરોડથી રૂ. 8 કરોડ ચાર્જ કરે છે. જોકે, “પુષ્પા 2” માટે તેને રૂ. 10 કરોડ મળ્યા હતા. બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે તે રૂ. 2 થી રૂ. 4 કરોડ લે છે. રશ્મિકા કર્ણાટકના વિરાજપેટમાં એક વૈભવી બંગલો તેમજ મુંબઈ, ગોવા, હૈદરાબાદ અને બેંગ્લોરમાં પણ ઘરો ધરાવે છે. કાર કલેક્શનની વાત કરીએ તો રશ્મિકા પાસે રેન્જ રોવર સ્પોર્ટ, ઓડી Q3, મર્સિડીઝ-બેન્ઝ સી-ક્લાસ, ટોયોટા ઇનોવા અને મર્સિડીઝ-બેન્ઝ એસ-ક્લાસ જેવી મોંઘી કારો છે. એક અહેવાલ મુજબ, રશ્મિકા મંદાનાની કુલ સંપત્તિ આશરે રૂ. 66 કરોડ છે. ઉલ્લેખનીય છે કે, આંકડાઓ પરથી સ્પષ્ટપણે દર્શાવે છે કે આયુષ્માન ખુરાના રશ્મિકા મંદાના કરતાં વધુ સંપત્તિ ધરાવે છે.

આપણ વાંચો : એ.આર. રહેમાનને કેવી રીતે મળી “ખ્વાજા મેરે ખ્વાજા” ગીત બનાવવાની પ્રેરણા: જાણો રસપ્રદ વાત

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button