મનોરંજન

‘તમારી જાણ ખાતર, અમે આજે આ રીતે મોતથી બચી ગયા’ જાણો રશ્મિકા મંદાનાએ આવું શ માટે કહ્યું?

મુંબઈ: અભિનેત્રી રશ્મિકા મંદાના (Rashmika Mandanna) તેની ફિલ્મોને કારણે ખુબ જ ચર્ચામાં રહે છે. તાજેતરમાં રશ્મિકાને એક સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. તેમની ફ્લાઈટનું તાજેતરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું (emergency flight landing). આ ઘટનાથી અભિનેત્રી અને તેના સાથી મુસાફરો ચોંકી ગયા હતા. રશ્મિકાએ ફ્લાઈટમાં બેઠેલી તસવીર પણ શેર કરી છે.

રશ્મિકા મંદાનાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર આ તસવીર શેર કરી છે. તેની આ તસવીર સોશિયલ મીડિયા પર આવતા જ ઝડપથી વાયરલ થઈ ગઈ હતી. આ પછી, રશ્મિકાના ફેન્સ તેના વિશે ચિંતા વ્યક્ત કરવા લાગ્યા. આ દરમિયાન રશ્મિકા મંદન્ના અભિનેત્રી શ્રદ્ધા દાસ (Shraddha Das) સાથે મુસાફરી કરી રહી હતી. રશ્મિકાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર શ્રદ્ધા સાથેની એક સેલ્ફી શેર કરી છે.

અભિનેત્રીએ તસવીર શેર કરી અને લખ્યું, ‘માત્ર તમારી જાણકારી માટે, આજે અમે આ રીતે મોતથી બચી ગયા.’ રિપોર્ટ્સ અનુસાર, રશ્મિકા જે ફ્લાઈટમાં બેઠી હતી તે મુંબઈથી હૈદરાબાદ જઈ રહી હતી. ટેકનિકલ સમસ્યાના કારણે તે 30 મિનિટ બાદ ફરી મુંબઈ પરત ફર્યું હતું. આ ઘટનામાં કોઈને કોઈ ઈજા કે કોઈ પ્રકારનું નુકસાન થયું નથી.

રશ્મિકાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં તે તેની ફિલ્મ એનિમલની (Rashmika in Animal Movie) સફળતાનો આનંદ માણી રહી છે. આ ફિલ્મમાં તે રણબીર કપૂર સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળી હતી. સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી.

હાલ ‘પુષ્પા 2’ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફરી એકવાર તે સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન (South Super Star Allu Arjun) સાથે ધમાલ મચાવવા માટે તૈયાર છે. તે અલ્લુ અર્જુનની પેન ઈન્ડિયાની ફિલ્મ ‘પુષ્પાઃ ધ રૂલ’ માટે ‘શ્રીવલ્લી’ની ભૂમિકા ફરી ભજવશે. આ સાથે રશ્મિકા ‘રેનબો’ અને ‘ધ ગર્લફ્રેન્ડ’ નામની તેલુગુ ફિલ્મોનું શૂટિંગ પણ કરી રહી છે. આ સિવાય તે વિકી કૌશલ સાથે હિન્દી ફિલ્મ ‘છાવા’માં જોવા મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button