Rashmika Mandanna એ વિજય દેવરકોંડા સાથેના તેમના સંબંધની પુષ્ટિ આપી

રશ્મિકા મંદાનાએ પાર્ટનર કોને કહ્યું? આ કરોડપતિ એક્ટરને કે પછી…

ફિલ્મ પુષ્પા-1 અને 2થી હિન્દી ફિલ્મોના રસિકોની પણ હોટ ફેવરીટ બની ગયેલી રશ્મિકા હાલમાં તો આરામ ફરમાવી રહી છે. આ આરામ તેને ફરજિયાતપણે કરવો પડે તેમ છે કારણ કે જીમમાં તે કસરત સમયે ઈજાગ્રસ્ત થઈ હતી. તાજેતરમાં તેની વિકી કૌશલ સાથેની આવનારી ફિલ્મ છાવાના ટ્રેલર લૉંચ પાર્ટીમાં દેખાઈ હતી. ત્યારે પણ હીરોઈન લંગડાતા પગે જ આવી હતી. જોકે લાલ અનારકલીમાં આવેલી રશ્મિકા ખૂબ જ સુંદર લાગતી હતી. જોકે હાલમાં રશ્મિકા પોતાના એક ઈન્ટવ્યુને લીધે ચર્ચામાં આવી છે અને આ સાથે વિજય દેવરકોંડા સાથેની તેની રિલેશનશિપ પણ.

આ પણ વાંચો : ક્રિકેટર મોહમ્મદ સિરાજ સાથે ડેટિંગની ચર્ચા, આશા ભોસલેની પૌત્રીએ જણાવી હકીકત…

Odisha TV

રશ્મિકાએ તેની અને વિજયની રિલેશનશિપ વિશે ક્યારેય સ્પષ્ટ વાત કરી નથી, બન્ને એકબીજાને ડેટિંગ કરતા હોવાની ખબરો ઘણીવાર ફ્લેશ થાય છે, પરંતુ અભિનેત્રી કે અભિનેતા આ મામલે કંઈ ફોડ પાડતા નથી, પણ હવે રશ્મિકાએ એક ઈન્ટવ્યુમાં પાર્ટનર વિશે વાત કરી ફરી લોકોને વિચારતા કર્યા છે.

અભિનેત્રીને તેના હેપી પ્લેસ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે ઘર મારું હેપી પ્લેસ છે. હું અહીંના હંમેશને માટે જોડાયેલી છું. સફળતા તો આવશે ને જશે, પણ આ ઘર હંમેશને માટે મારું રહેશે, તેણે એમ પણ કહ્યું કે આ ઘર મને અહેસાસ કરાવે છે કે હું એક દીકરી, બહેન, પાર્ટનર છું. હું મારી પર્સનલ લાઈફને ઘણું સન્માન કરું છું.

તેનાં આ પાર્ટનર શબ્દને ફેન્સ અને નેટીઝન્સે પકડી લીધો છે અને અભિનેત્રી વિજયની વાત કરે છે કે પછી કયા પાર્ટનરની વાત કરે છે તેવી વાતો શરૂ થઈ છે. પોતાની જાતને પાર્ટનર તરીકે કહેતા રશ્મિકાએ રિલેશનશિપ કન્ફર્મ કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જ્યારે અભિનેત્રીને પૂછવામાં આવ્યું કે તે પોતાની પસંદની છોકરામાં કેવી કવૉલિટી જુએ છે ત્યારે તેણે કહ્યું કે માણસની આંખો ઘણું કહેતી હોય છે અને આ સાથે હું હંમેશાં હસતી રહું છું આથી મને મારા જેવો હસતો રહેતો છોકરો ગમશે.

આ પણ વાંચો : સાત સાહસિક બહેનોના મેઘધનુષસમી ફિલ્મ ‘ઉંબરો’ની ટીમ ‘મુંબઈ સમાચાર’માં

હવે વિજય દેવરકોંડની આંખો રશ્મિકાને શું કહે છે અને તે કેટલો હસતો રહે છે તે તેમને જ ખબર પણ બન્નેની રિલેશનશિપ વારંવાર લોકોની નજરે ચડતી રહે છે.

Back to top button