મનોરંજન

હું જેવી છું, એવી…ઇન્ડસ્ટ્રીમાં 9 વર્ષ પૂરા કરવા બદલ રશ્મિકા મંદાનાએ શું કહ્યું?

મુંબઈ: નેશનલ ક્રશ તરીકે જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાનાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવ વર્ષ પૂરા કર્યા છે. 30 ડિસેમ્બર, 2016ના રોજ રિલીઝ થયેલી ‘કિરીક પાર્ટી’ નામની કન્નડ ફિલ્મમાં રશ્મિકા મંદાનાએ અભિનેત્રી તરીકે ડેબ્યુ કર્યું હતું. પોતાના જીવનના આ ખાસ દિવસે રશ્મિકા મંદાનાએ પોતાના ફેન્સને એક ખાસ મેસેજ આપ્યો છે.

રસ્મિકા મંદાનાએ શું મેસેજ આપ્યો?

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 9 વર્ષ પૂરા કરવા બદલ રશ્મિકા મંદાનાને ઘણા લોકોએ મેસેજ અને સ્ટોરી પોસ્ટ કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. ફેન્સ તરફથી મળેલા અઢળક પ્રેમ અને શુભેચ્છાઓ બદલ રશ્મિકા મંદાનાએ ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરીને આભાર વ્યક્ત કર્યો હતો.

‘કિરીક પાર્ટી’ નામની કન્નડ ફિલ્મમાં રશ્મિકા મંદાનાએ અભિનેત્રી તરીકે ડેબ્યુ

રશ્મિકા મંદાનાએ જણાવ્યું હતું કે, “9 વર્ષ!! મને હજુ પણ આ વાત પર વિશ્વાસ નથી થઈ રહ્યો. 26 ફિલ્મો બાદ, મને જે વાત પર સૌથી વધારો ગર્વ થઈ રહ્યો છે, તે માત્ર મારૂં કામ નથી…પરંતુ એ પરિવાર છે, જે મને આ યાત્રામાં મળ્યો છે. બધો જ પ્રેમ, ધીરજ, વિશ્વાસ, પેલી નાની-નાની ક્ષણો, પેલી મોટી પળો… આ નવ વર્ષોની દરેક વસ્તુ મારા હૃદયને ખુશીઓથી ભરી દે છે.”

હું તમને હંમેશા મારા દિલની નજીક રાખું છું

રશ્મિકા મંદાનાએ આગળ જણાવ્યું છે કે, “આજે તમારી પોસ્ટ, તમારા મેસેજ, તમારા ટ્વિટ વાંચીને મારૂં હૃદય ઝુમી ઊઠ્યું છે. તેણે મને ઘણું શાંત, સંતુષ્ટ અને અઢળક પ્રેમનો અનુભવ કરાવ્યો છે. દરેક દૌર, દરેક ઉંચાઈ, દરેક શંકા અને દરેક શીખમાં મારી સાથે ઊભા રહેવા માટે આભાર. આજે આપણે વચ્ચે જે સંબંધ છે, તે એક અભિનેત્રી અને તેની ફિલ્મોના દર્શકો કરતાંય વધારે લાગે છે…ક્યાંક ને ક્યાંક આ ધીરેધીરે એક પરિવાર બની ગયો છે અને આ મારા માટે સર્વસ્વ છે. હું તમને હંમેશા મારા દિલની નજીક રાખું છું.”

હું આગળ વધતી રહીશ, શીખતી રહીશ

હું ખરેખર એવી આશા રાખું છું કે, આ બંધન આખું જીવનભર રહે, મને આશા છે કે હું આગળ વધતી રહીશ, શીખતી રહીશ અને એવું કામ કરતી રહીશ, જેનાથી તમને ગર્વનો અનુભવ થાય. મને આશા છે કે તમારો અને સહકાર હંમેશા મારી પાસે રહેશે. તમામ માટે આભાર. હંમેશા તમારી, રસ્મિકા.

આ પણ વાંચો…મનોરંજનનું મેઘધનુષઃ સતત સફળતા મેળવતી વિજય દેવરકોંડાની ફૂટડી ‘ગર્લફ્રેન્ડ’ રશ્મિકા મંદાના

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button