પુષ્પા-ટુ ની શ્રીવલ્લીનું પહેલું ઓડિશન આવું હતું…
બે જ દિવસમાં બૉક્સ ઓફિસ પર કરોડો વરસાવનાર ફિલ્મ પુષ્પા-2ની હીરોઈન રશ્મિકા મંદાના ફરી નેશનલ ક્રશ બની ગઈ છે. પુષ્પા-1 રિલિઝ થયા બાદ તે હિન્દી ફિલ્મરસિકોની પણ ફેવરીટ બની ગઈ છે.
પુષ્પા-2માં તેનો રોલ પણ વખણાઈ રહ્યો છે ત્યારે તેનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો રશ્મિકા મંદાનાના પહેલા ઓડિશનન હોવાનો દાવો થઈ રહ્યો છે. જોકે અમુક નેટીઝન્સ કહે છે કે આ એઆઈથી બનાવેલો ફેક પણ હોઈ શકે.
જો વીડિયોને ઓરિજનલ માનીએ તો રશ્મિકા ખૂબ જ યંગ દેખાઈ રહી છે. તે ગલભગ 18થી 19 વર્ષની હોવાનું લાગી રહ્યું છે. રશ્મિકા લાલ રંગના સલવાર કમિઝમાં છે અને પહેલા તો પોતાનો પરિચય આપે છે. ત્યારબાદ તે જે લાઈન્સ બોલવાની હોય છે તે ભૂલી જાય છે.
આ પણ વાંચો : Pushpa-2 એ બીજા દિવસે પણ તોડયો કમાણીનો રેકોર્ડ, 200 કરોડની ક્લબમાં સામેલ…
રશ્મિકા ખૂબ જ સાદી લાગે છે અને સાવ નવા નિશાળિયાની જેમ આવી હોય તેમ જમાઈ રહ્યું છે. બીજા એક વીડિયોમાં તે ફ્લાવરી ટીશર્ટમાં દેખાય છે.
જોકે હવે રશ્મિકાએ ઓડિશનની જરૂર નથી કારણ કે શ્રીવલ્લી તરીકે તે ધૂમ મચાલી રહી છે. પુષ્પા-ટુમાં તેના કામના વખાણ થઈ રહ્યા છે. રશ્મિકા હિન્દી ફિલ્મ એનિમલમાં પણ જોવા મળી હતી, પરંતુ તેની ડાયલૉગ્સ ડિલિવરી ભારે ટ્રોલ થઈ હતી. હિન્દી બરાબર ન બોલી શકવાને કારણે તે લોકોનીનજરે ચડી હતી. આ સાથે તે ફિલ્મ પણ વિવાદમાં ફસાઈ હતી, જોકે ફિલ્મે સારી કમાણી કરી હતી. હવે તેની પુષ્પા-2 કમાણીના બધા રેકોર્ડ બ્રેક કરશે તેમ લાગી રહ્યું છે.