મનોરંજન

રશ્મિકા મંદાનાના ‘કુબેર’ના લૂકે ઇન્ટરનેટ પર મચાવી ધમાલ, જુઓ ગ્લેમરસ અંદાજ…

મુંબઈ: ફિલ્મ ‘કુબેર’નો પહેલો લુક રિલીઝ કરવામાં આવ્યો છે અને આ લુકની સાથે જ ધનુષ અને રશ્મિકા મંદાના આ બંનેના ચાહકોના આનંદનો પાર નથી રહ્યો. બંને કલાકારોના ચાહકો ઘણા સમયથી બંનેને એકસાથે જોવા માટે તલપાપડ થઇ રહ્યા હતા અને આખરે તેમની ઇચ્છા પૂરી થઇ છે. ફિલ્મનો પહેલો લુક રિલીઝ થતા જ ચાહકોનો જોરદાર પ્રતિસાદ મળ્યો છે અને તે લાખોની સંખ્યામાં શેર કરવામાં આવી રહ્યો છે.

શેખર કમુલ્લાની આ ફિલ્મમાં રશ્મિકા અને ધનુષ મુખ્ય ભૂમિકામાં છે અને આ ફિલ્મનું શૂટીંગ હજી ચાલી રહ્યું છે. જોકે, આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવતા સાઉથના જ નહીં, આખા ભારતમાં બંને સિતારાઓના ચાહકોના મનમાં ટીઝર ક્યારે રિલીઝ થશે તે જાણવાની તાલાવેલી જાગી છે.

આ ફિલ્મની શૂટીંગ મુંબઈમાં ચાલી રહી છે અને હાલમાં જ તે બંને સાથે આ જ ફિલ્મના લુકમાં દેખાયા પણ હતા. બંનેનો ફિલ્મના કોશ્ચયુમ બહાર પડેલો વીડિયો પણ તેમના ચાહકોએ ખૂબ શેર કર્યો હતો. એક પેપેરાઝી દ્વારા આ વીડિયો લેવામાં આવ્યો છે અને વીડિયોમાં બંને કલાકારો પોતાના ફિલ્મની શૂટિંગના સ્થળે જઇ રહ્યા હોવાનું દેખાય છે.

ધનુષે ડાર્ક રંગનો સૂટ પહેરેલો છે જ્યારે રશ્મિકા હળવા રંગના સલવાર સૂટ પહેરેલી વીડિયોમાં દેખાય છે. જોકે, વીડિયોમાં જોવા મળેલો લુક ફિલ્મના પોસ્ટરના તેમના લુક કરતાં ઘણો જ જુદો હતો. વીડિયોમાં ધનુષ કેમેરા સામે જોયા વિના જ ચાલ્યો જતો દેખાય છે જ્યારે રશ્મિકા કેમેરાની સામે જોઇને મંદ મુસ્કાન આપીને ચાલી જાય છે. રશ્મિકાએ ગુરુવારે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ચંદ્રમાનો ફોટો પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે ‘એન્ડેડ, આ પેક-અપ છે, કુબેર’.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button