Maheshbabuના જન્મદિવસે પત્ની સિવાય આ કઈ હુરપરીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
ફિલ્મો જોવાના શોખિન સૌ કોઈને પુષ્પા-2 ફિલ્મની પ્રતીક્ષા છે. આ ફિલ્મની હીરોઈન કેટલાય માટે સપનાની રાની છે, પણ રશ્મિકા જેમના પર વારી જાય છે અને જેને સુપરસ્ટાર માને છે તે મહેશબાબુનો આજે જન્મદિવસ છે. આજે મહેશ બાબુનો 49મો જન્મદિવસ છે. આ અવસર પર રશ્મિકાએ તેની સાથે તેની યાદગાર તસવીર શેર કરી છે અને એક ઈમોશનલ નોટ પણ શેર કરી છે.
હાલમાં રશ્મિકા મંદન્ના તેની આગામી ફિલ્મ ‘પુષ્પા 2 ધ રૂલ’ને લઈને સતત ચર્ચામાં છે. આ ફિલ્મમાં રશ્મિકા સાઉથના સ્ટાઇલિશ સુપરસ્ટાર અલ્લુ અર્જુન સાથે ફરી જોવા મળશે.
રશ્મિકાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની અને મહેશની એક સુંદર તસવીર શેર કરી છે. આ સાથે રશ્મિકાએ લખ્યું, ‘મહેશ બાબુ સર, બધાના સુપરસ્ટારને જન્મદિવસની શુભેચ્છા. સાહેબ તમને હંમેશા સૌથી વધુ પ્રેમ, આદર અને અસીમ શુભેચ્છાઓ.
આ પણ વાંચો: Happy Birthday: આ સાઉથ સુપરસ્ટારને લોકોની સેવા કરવા રાજકારણી બનવાની જરૂર નથી
મહેશ બાબુને તેમના 49મા જન્મદિવસ પર સતત અભિનંદન અને શુભેચ્છાઓ મળી રહી છે. તેની પત્ની નમ્રતા શિરોડકર અને તેના બે બાળકોએ તેને સોશિયલ મીડિયા પર જન્મદિવસની ખાસ શુભેચ્છા પાઠવી હતી. હવે સેલેબ્સ તેને સતત જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.
રશ્મિકા ઉપરાંત સાઉથ એક્ટર વિજય દેવેરાકોંડાએ પણ મહેશને જન્મદિવસની શુભેચ્છા પાઠવી અને લખ્યું, ‘હેપ્પી બર્થડે મહેશ બાબુ સર, મોટા પડદા પર આવવા માટે અમને વધુ રાહ ન જોવડાવશો. તમને સારું સ્વાસ્થ્ય અને ઘણી બધી શુભેચ્છાઓ.
અત્રે ઉલ્લેખનીય છે કે રશ્મિકા અને વિજયના સંબંધોની અફવા ઘણા સમયથી સાંભળવા મળે છે ત્યારે શ્રીવલ્લીનો રીયલ પુષ્પા વિજય બનશે કે કેમ તે વિશે જાણવાની ફેન્સને ઈંતેઝારી છે.