Salman khan ના શોમાં કામ કરી ચૂકેલી આ એક્ટ્રેસ પર આવી શાકભાજી વેચવાની નોબત?

નાગિન ફેમ ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઈ ટીવી ઈન્ડસ્ટ્રીનો એક જાણીતો ચહેરો છે. રશ્મિ દેસાઈએ ઈન્ડસ્ટ્રીના પોતાના દમ પર પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે, પણ હાલમાં સોશિયલ મીડિયા પર એક્ટ્રેસનો એક એવો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં એક્ટ્રેસ રસ્તાના કિનારે શાકભાજી વેચતી જોવા મળી રહી છે. ફેન્સ એક્ટ્રેસનો આ વીડિયો જોઈને ચોંકી ઉઠ્યા છે. આવો જાણીએ આ વીડિયો પાછળની હકીકત…
સોશિયલ મીડિયા પર રશ્મિ દેસાઈએ એક પોસ્ટ કરી છે અને આ પોસ્ટમાં રશ્મિ શાકભાજી વેચતી દેખાઈ રહી છે. ફેન્સ રશ્મિને આ રીતે જોઈને ચોંકી ઉઠ્યા છે અને તેમના મનમાં જાત જાતના સવાલો ઉઠી રહ્યા છે. રશ્મિએ વીડિયોની કેપ્શનમાં લખ્યું છે કે પુસ્તકો વાંચવું એ નોર્મલ છે, પણ એની બદલે કવિતા વાંચો. તમે પાછું જીવશો, જે તમે કદાચ ભૂલી ગયા છો. ફોટોમાં રશ્મિ કુર્તામાં જોવા મળે છે. બ્લેક કલરની બિંદીથી તેણે પોતાના લૂકને કમ્પલિટ કર્યો હતો.

ગોલ્ડન ઈયરરિંગ્સ, બંગડીઓ રશ્મિના લૂકમાં ચાર ચાંદ લગાવી રહી છે. આ લૂકમાં તે શાકભાજી વેચતી જોવા મળી રહી છે. ક્યારેક શિમલા મરચાં તો ક્યારેક સરગવાની શિંગ વેચતી જોવા મળી રહી છે. રશ્મિના આ ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
યુઝર્સ રશ્મિના ફોટો પર કમેન્ટ કરી રહ્યા છે કે હવે આ નોબત આવી ગઈ છે. બીજા એક યુઝરે લખ્યું છે આ કોઈ શૂટિંગ ચાલી રહ્યું છે કે પછી ખરેખર તું શાકભાજી ખરીદી રહી છે. બીજા કેટલાક યુઝર્સ એવી કમેન્ટ પણ કરી રહ્યા છે કે રશ્મી શાકભાજી વેચતા ખૂબ જ સુંદર લાગી રહી છે તો વળી કેટલાક યુઝર્સ રશ્મિને શાકભાજીનો ભાવ પૂછી રહ્યા છે.
આ પણ વાંચો : રશ્મિ દેસાઇએ કાસ્ટિંગ કાઉચને લઈને કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું “ઇંટરવ્યૂ માટે ગઈ અને…
અત્રે ઉલ્લેખનીય છે કે રશ્મિના આ ફોટો શૂટિંગનો જ એક હિસ્સો છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો છેલ્લાં કેટલાક સમયથી રશ્મિ ટીવીથી દૂર રહે છે. છેલ્લે તે ફિલ્મ બિગ બોસ અને નાગિન જેવા શોમાં જોવા મળી હતી. દર્શકોએ નાગિનમાં રશ્મિના કામને ખૂબ જ પસંદ કર્યું હતું. થોડાક સમય પહેલાં જ રશ્મિ દેસાઈની ફિલ્મ મોમ તને નહીં સમજાય રિલીઝ થઈ હતી, જેને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી.