‘મને બેભાન કરવાનો પ્રયાસ કર્યો…’ આ અભિનેત્રીએ શેર કરી કાસ્ટિંગ કાઉચની ભયાવહ ઘટના

મુંબઈ: સ્ક્રિન પર દેખાતી ઝળહળતી દુનિયા પાછળ ઘણી અંધારી હકીકતો છુપાયેલી હોય છે. ટીવી સિરિયલ અને ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી રશ્મિ દેસાઈએ તેની સાથે બનેલી કાસ્ટિંગ કાઉચની ઘટના વિશે ખુલ્લીને વાત (Rashmi Desai about Casting couch) કરી છે, તેણે ઇન્ડસ્ટ્રીમાં તેની સાથે થયેલા દુઃખદ અનુભવને શેર કર્યા હતાં.
એક એન્ટરટેઈનમેન્ટ ન્યુઝ વેબસાઈટ સાથે વાત કરતા રશ્મી દેસાઈએ તેના એક્ટિંગ કરિયરના શરૂઆતના દિવસો યાદ કર્યા અને કાસ્ટિંગ કાઉચનો અનુભવ શેર કર્યો. રશ્મીએ કહ્યું, ‘હું 16 વર્ષની હતી ત્યારે મારી સાથે આ ઘટના ત્યારે બની હતી. ઇન્ડસ્ટ્રીની ઘણી મોટી અભિનેત્રીઓ સાથે આવી ઘટના બની હશે. ઘણી મોટી અભિનેત્રીઓએ કામ માટે આ મજબૂરીનો સામનો કરવો પડ્યો હશે. મારી સાથે પણ આવું જ બન્યું હતું.”

‘ઓડિશન માટે પહોંચી ત્યારે…’
કાસ્ટિંગ કાઉચની ઘટનાને યાદ કરતા રશ્મિએ કહ્યું, ‘મને યાદ છે કે એક દિવસ મને ઓડિશન માટે ફોન આવ્યો. તે સમયે હું ખૂબ જ ઉત્સાહિત હતી. જ્યારે હું ઓડિશન માટે પહોંચી ત્યારે ત્યાં ફક્ત એક જ માણસ હતો, તે જગ્યાએ કોઈ કેમેરા પણ ન હતો. તે માણસે નશીલા પદાર્થો ભેળવીને મને કોલ્ડડ્રીંક પીવડાવીને બેભાન કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મેં તેને કહ્યું કે હું આ બધું કરવા માંગતી નથી, તે માણસ મારા મગજ પર કાબૂમાં કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.’
માને વાત કરી:
રશ્મિએ કહ્યું, ‘હું મારો જીવ બચાવીને એ જગ્યાએથી ભાગી ગઈ અને ઘરે આવીને રાહતનો શ્વાસ લીધો. ઘરે આવતાની સાથે જ આ ઘટના વિશે તેની માને બધું કહ્યું.’
રશ્મિના જણાવ્યા મુજબ આ બધું સાંભળ્યા પછી, તેની માતા બીજા દિવસે તે માણસ પાસે ગઈ અને તેને જોરથી થપ્પડ મારીને પાઠ ભણાવ્યો.
રશ્મિના આગળ કહ્યું, ‘ઇન્ડસ્ટ્રીમાં સારા અને ખરાબ બંને પ્રકારના લોકો છે પણ કાસ્ટિંગ કાઉચ પણ એક હકીકત છે.’
આ પણ વાંચો…વધુ એક અભિનેત્રી બની કાસ્ટિંગ કાઉચનો ભોગ, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત