મનોરંજન

શિમરી સ્લીવલેસ ગાઉનમાં આ યંગ એક્ટ્રેસે ફેન્સને કર્યા ઘાયલ, અદાઓ જોઈને તમે પણ…

બોલીવૂડ સેલેબ્સની સાથે સાથે તેમના સંતાનો કે જેને આપણે સ્ટાર કિડ કહીએ છીએ એમનો પણ અલગ જ દબદબો હોય છે. આવી જ એક સ્ટાર કિડ એટલે મસ્ત મસ્ત ગર્લ રવીના ટંડનની દીકરી રાશા થડાની.

રાશા થડાની સોશિયલ મીડિયા પર સૌથી વધુ એક્ટિવ રહે છે અને તેના ફોટો સોશિયલ મીડિયા પર તરત જ વાઈરલ થઈ જતાં હોય છે. હાલમાં રાશાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ આઈડી પર લેટેસ્ટ ફોટોશૂટના ફોટો શેર કર્યા છે, જેમાં રાશા સ્લીવલેસ ગાઉનમાં ગજબ કહેર વરસાવી રહી છે. આવો જોઈએ રાશાના લેટેસ્ટ ફોટોશૂટના ફોટો…

રાશા થડાની સુંદરતા અને સ્ટાઈલના મામલામાં મમ્મી રવિના ટંડનને પણ ટક્કર મારે છે અને તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. ફિલ્મ આઝાદથી બોલીવૂડમાં ડેબ્યુ કરનારી રાશા સુંદરતા અને સ્ટાઈલમાં બાજી મારી જાય છે. તે સોશિયલ મીડિયા પર પોતાના ફોટો શેર કરીને ફેન્સની તારીફ બટોરતી હોય છે.

આપણ વાંચો: રાશા થડાનીનો તૌબા તૌબા ડાન્સ જોઈ વિકીએ કોરિયોગ્રાફરને શું કહ્યું

હાલમાં જ સોશિયલ મીડિયા પર રાશાના કેટલાક ફોટો વાઈરલ થઈ રહ્યા છે જેમાં તે સ્લીવલેસ ગાઉનમાં એકદમ બ્યુટીફૂલ લાગી રહી છે. આ ફોટો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહ્યા છે.

એક એક ફોટોમાં રાશાની અદાઓ જોઈને તમારું દિલ પણ ગાર્ડન ગાર્ડન થઈ જશે. રાશાએ આ ફોટોશૂટ માટે શિમરી સ્લીવલેસ ગાઉન પહેર્યો છે અને તેણે એક ફોટોમાં પોતાનો બટરફ્લાયવાળો ટેટુ ખૂબ જ સુંદર રીતે ફ્લોન્ટ કર્યો છે.

આ સુંદર આઉટફિટ સાથે રાશાએ ન્યુડ મેકઅપ અને ખુલ્લા વાળ રાખ્યા હતા. રાશાએ કેમેરા સામે એકથી ચઢિયાતા એક પોઝ આપીને ફેન્સને ઘાયલ કરી દીધા હતા. રાશાના આ ફોટો જોઈને ફેન્સની હાર્ટબીટ વધી ગઈ હતી અને તેઓ લાઈક્સ અને કમેન્ટ કરીને રાશા પર પ્રેમ વરસાવી રહ્યા છે. તમે પણ રાશાના આ ફોટો ના જોયા હોય તો અત્યારે જ જોઈ લો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button