WATCH: આ સ્ટાર કિડના ડેબ્યુ ફિલ્મના પહેલાં ગીતને 10 દિવસમાં મળ્યા 34 મિલિયનથી વધુ વ્યૂ…
અખિયોં સે ગોલી મારે રવિના ટંડન (Raveena Tondon)ની દીકરી રાશા થડાની (Rasha Thadani)એ બોલીવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે અને તેણે પોતાની પહેલી ફિલ્મના ગીત ઉઈ અમ્માથી ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યું છે. રાશા થડાની અજય દેવગણના ભત્રીજા અમન દેવગણ સાથે જોવા મળશે. ફિલ્મની રિલીઝ પહેલાંથી પોતાના ગીતથી ફેન્સના દિલો પર રાજ કરી રહી છે. અત્યાર સુધીમાં આ ફિલ્મને 34 મિલિયનથી વધુ વ્યુ આવી ચૂક્યા છે. રાશાએ ગીત હિટ થતાં જ એક વીડિયો પોસ્ટ કર્યો છે અને આ વીડિયોમાં રાશા સાથે આ ગીત પર કામ કરનારી ટીમ પણ ઉઈ અમ્મા પર ડાન્સ કરતી જોવા મળી રહી છે.
રાશા થડાનીએ એક ઈનસાઈડ વીડિયો શેર કર્યો છે જેમાં તે ઉઈ અમ્મા ગીત પર પોતે તો ડાન્સ કરી રહી છે, પણ આની સાથે સાથે તે ગીતના ક્રૂને પણ ડાન્સ કરાવી રહી છે. આ ગીતને 34 મિલિયનથી વધુ વ્યૂ મળતાં તેણે ટીમને શુભેચ્છા આપી છે. અહીંયા તમારી જાણ માટે કે ચોથી જાન્યુઆરીએ આ ગીત રિલિઝ થયું છે અને આ ગીતને 34,148,101 વ્યુઝ મળી ચૂક્યા છે. એવું કહેવાઈ રહ્યું છે કે આ ગીત ટ્રેન્ડિંગ મ્યુઝિકમાં પાંચમા નંબર પર છે.
Also read: રવીના ટંડને ‘નકલી’ રોડ રેજ વીડિયો માટે બદનક્ષીની નોટિસ મોકલી
આ ગીતના વખાણ કરતાં લોકોએ કહ્યું છે કે માધુરી જેવા જ એક્સપ્રેશન, કેટરિના જેવો ડાન્સ અને રવિના ટંડનની સુંદરતા છે રાશામાં. એક બીજા યુઝરે લખ્યું છે કે રાશા અમેઝિંગ દેખાય છે, ક્યારે ખુશી, જ્હાન્વી, અનન્યા અને સુહાના પાસેથી એવી વાઈબ્સ નથી મળી. ત્રીજા એક યુઝરે લખ્યું છે કે કિલિંગ વાઈબ હૈ રાશા ટંડનની, કેટલી ફ્લેક્સિબલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાશાની ફિલ્મ આઝાદ 17મી જાન્યુઆરીના રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ વિશે રાશા અને અમન સાથે અજય દેવગણ પણ જોવા મળે છે. આ જ દિવસે કંગના રનૌતની ફિલ્મ ઈમર્જન્સી પણ આવી રહી છે.