રણવીર સિંહે કોના લગ્નમાં કર્યો લુંગી ડાન્સ, તસવીરો-વીડિયો વાઈરલ
મુંબઈ: ડિરેક્ટર એસ. શંકરની દીકરી ઐશ્વર્યાના લગ્નમાં આવેલા સેલિબ્રિટિઝની અનેક તસવીરો અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. ઐશ્વર્યા અને તરુણના લગ્નમાં રજનીકાંત અને કમલ હાસન જેવા અનેક મોટા ફિલ્મી એક્ટર્સે હાજરી આપી હતી. ઐશ્વર્યાના લગ્નમાં અભિનેતા રણવીર સિંહે ડિરેક્ટર એટલી સાથે પોતાના ડાન્સ પર્ફોર્મન્સથી લોકોનું મનોરંજન કર્યું હતું.
ઐશ્વર્યા શંકરની દીકરીના લગ્નમાં આવેલા સેલિબ્રિટિઝની તસવીરો અને વીડિયો વાઇરલ થઈ રહી છે, જોકે રણવીર સિંહ અને એટલીના પર્ફોર્મન્સે સૌનું ધ્યાન ખેંચ્યું છે. રણવીર સિંહ અને એટલીના લગ્નમાં ડાન્સ કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યો છે. રણવીર અને એટલી ‘અપડી પોડુ’, ‘તતડ તતડ’ અને ‘લુંગી ડાન્સ’ જેવા ગીતો પર ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે.
રણવીર અને એટલી ડાન્સ કરવાની સાથે બંને મસ્તી પણ કરી રહ્યા છે એવું લાગી રહ્યું છે. રણવીર અને એટલીના ડાન્સે લગ્નમાં આવેલા બીજા મહેમાનોએ પણ ખૂબ જ એન્જોય કર્યો હતો. આ વીડિયોમાં રણવીરે ડાન્સ કરતી વખતે તેનું જેકેટ પણ કાઢી નાખ્યું હતું અને તે બ્લેક કુર્તા અને પાયજામામાં ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.
એશ્વર્યાના લગ્નમાં મેગા સ્ટાર ચિરંજીવી અને તેમની સાથે રામ ચરણ અને ઉપાસના પણ આવ્યા હતા. જેની તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. આ તસવીરમાં રામ ચરણ બ્લ્યુ શર્ટ અને બ્લેક પેન્ટમાં તો ઉપાસનાએ ગ્રીન રંગનો આઉટફિટ પહેર્યો છે. તેમ જ ચિરંજીવી સફેદ શર્ટ અને બ્લેક પેલ્ટમાં એકદમ ડેશિંગ દેખાતા હતા.