મનોરંજન

ફિલ્મ ‘ધુરંધર’નો ફર્સ્ટ લૂક રિલીઝ: 20 વર્ષ નાની સારા અર્જુન સાથે જમાવશે જોડી…

મુંબઈઃ બોક્સ ઓફિસ પર ફરી એક જોરદાર ફિલ્મ ધૂમ મચાવવા માટે તૈયાર છે. આજે ફિલ્મ ‘ધુરંધર’નો ફર્સ્ટ લૂક વીડિયો રિલીઝ થયો છે. આ વીડિયો રિલીઝ થતાની સાથે જ હિટ થઈ ગયો છે. લોકો આ વીડિયોની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. વીડિયો રિલીજ થતા થોડા જ કલાકોમાં લાખો વ્યૂઝ આવી ગયા હતા. રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘ધુરંધર’ 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં રણવીર સિંહની હિરોઈન સારા અર્જુન અત્યારે ચર્ચામાં આવી છે.

રણવીર સિંહ તેના કરતા 20 વર્ષ નાની અભિનેત્રી સાથે દેખાશે
‘ધુરંધર’ ફિલ્મમાં અર્જુન રામપાલ, અક્ષય ખન્ના અને આર માધવન જેવા મજબૂત કલાકારો પણ રણવીર સિંહ સાથે જોવા મળશે. આ ફિલ્મમાં હિરોઇન તરીકે સારા અર્જુનને કાસ્ટ કરવામાં આવી છે જે રણવીર કરતા 20 વર્ષ નાની છે. માત્ર 20 વર્ષની ઉંમરે, સારા ફિલ્મ જગતમાં એક મોટું નામ છે અને તેણે 100 થી વધુ જાહેરાતોમાં કામ કર્યું છે. જ્યારે હવે રણવીર સિંહ સાથે મોટા પડદે દેખાવાની છે.

પોતાના કરિયરમાં 100 થી વધુ જાહેરાતોમાં કામ કર્યું
સારા અર્જુને માત્ર 21 મહિનાની ઉંમરે પોતાની કારકિર્દી શરૂ કરી હતી. સારા અર્જુને બાળ કલાકાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. 2 વર્ષથી ઓછી ઉંમરે સારાએ બાળ કલાકાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું અને ગ્લેમરની દુનિયામાં સૌથી મોંઘા બાળ કલાકાર તરીકે ઉભરી આવી છે. પોતાના કરિયરમાં 100 થી વધુ જાહેરાતોમાં કામ કરી ચૂકેલી સારા અર્જુને ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. સારાએ ‘એક થી ડાયન’, ‘404’, ‘જઝ્બા’ અને ‘સોંગ ઓફ સ્કોર્પિયન’ જેવી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. એટલું જ નહીં પરંતુ સારાએ સાઉથની પણ ઘણી શાનદાર ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આમાં તેણે મણિરત્નમની ફિલ્મ ‘પોન્નીયિન સેલ્વિન’માં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. ઐશ્વર્યા રાય સ્ટારર આ ફિલ્મ બોક્સ ઓફિસ પર 800 કરોડ રૂપિયાની કમાણી કરવામાં સફળ રહી હતી. હવે તે ‘ધુરંધર’ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

ટીવી સીરીયલની ખૂબ જ પ્રસિદ્ધ અભિનેત્રી છે સારા અર્જુન
આટલી નાની ઉંમરે સારા અર્જુને બોલિવુડમાં સારી એવી નામના મેળવી લીધી છે. આ પહેલા તેણે અનેક જાહેરાતો અને ફિલ્મોમાં કામ કર્યું છે. એટલું જ નહીં પરંતુ તે ટીવી સીરીયલની ખૂબ જ પ્રસિદ્ધ અભિનેત્રી છે. સારા 5 ડિસેમ્બરે રિલીઝ થઈ રહેલી ફિલ્મ ‘ધુરંધર’થી હિરોઈન તરીકે પોતાની કારકિર્દી શરૂ કરવા જઈ રહી છે. જોકે, રણવીર સિંહ સાથે સ્ક્રીન શેર કરી રહેલી અભિનેત્રી તેમના કરતા 20 વર્ષ નાની છે. જેના કારણે સોશિયલ મીડિયામાં લોકો ટિપ્પણીઓ કરી રહ્યાં છે.

આ પણ વાંચો : બર્થડેના એક દિવસ પહેલાં જ રણવીર સિંહે કેમ તમામ સોશિયલ મીડિયા પોસ્ટ ડિલીટ કરી? બધું બરાબર તો છે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button