Ranveer Singh-Deepika Padukone મુંબઈ એરપોર્ટ પર દેખાયા, પેપ્ઝને કરી ખાસ રિક્વેસ્ટ…
બોલીવૂડના બાજીરાવ-મસ્તાની તરીકે ઓળખાતા રણવીર સિંહ (Ranveer Singh) અને દીપિકા પદુકોણ (Deepika Padukone)ની એક ઝલક જોવા માટે પેપ્ઝ અને ફેન્સ બંને આતુર હોય છે. બંનેની કેમેસ્ટ્રી, મીઠી નોંકઝોક ફેન્સનું દિલ લુભાવે છે.
ગયા વર્ષે જ આ કપલ એક સુંદર મજાની પરીની પેરેન્ટ્સ બન્યા છે, ત્યારથી જ ફેન્સ તેમની દીકરી દુઆનો ફર્સ્ટ લૂક જોવા માટે આતુર છે. હાલમાં જ દીપિકા અને રણવીર મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા હતા એ સમયે દુઆ પણ તેમની સાથે જોવા મળી હતી. આ સમયે રણવીરે પેપ્ઝને એક એવી રિક્વેસ્ટ કરી હતી કે જે ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે. આવો જોઈએ આખરે રણવીરે પેપ્ઝને શું કહ્યું-
સોશિયલ મીડિયા રણવીર સિંહ, દીપિકા પદુકોણ અને દુઆનો આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. રણવીર સિંહ હંમેશાથી જ પોતાના મસ્તીખોર અંદાજ માટે જાણીતો છે, પરંતુ આ વખતે ફોર અ ચેન્જ રણવીરે કેયરિંગ ડેડની ભૂમિકા ભજવી હતી.
આપણ વાંચો: દીપિકાના પ્રેમમાં પાગલ બન્યો રણવીર સિંહ, શેર કરી ખાસ પોસ્ટ
રણવીર અને દીપિકા જેવા એરપોર્ટ પર દીકરી દુઆ સાથે દેખાયા કે પેપ્ઝ એકદમ ઉત્સાહમાં આવી ગયા હતા. પણ રણવીરે પેપ્ઝને રિક્વેસ્ટ કરી તે તેઓ શાંતિ રાખે અને થોડું ધીરે બોલે કારણ કે નાનકડી દુઆ ઊંઘી રહી છે. પેપ્ઝ અને નેટિઝન્સને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં દીપિકા અને રણવીરનો એકદમ શાનદાર લૂક જોવા મળી રહ્યો છે. કપલ દુઆ સાથે એક શોર્ટ ટ્રીપ પર ગયું હતું અને એકબીજાના હાથમાં હાથ નાખીને બહાર આવતા જોવા મળ્યા હતા.
ગયા વર્ષે 8મી સપ્ટેમ્બરના દીપિકા અને રણવીરના ઘરે પુત્રીરત્નનો જન્મ થયો હતો. દીકરીના જન્મના બે મહિના બાદ સોશિયલ મીડિયા પર રણવીર અને દીપિકાએ દુઆનો ફર્સ્ટ લૂક પોસ્ટ કર્યો હતો.
આપણ વાંચો: પોતાનાથી અડધી ઉંમરની અભિનેત્રી સાથે રોમાન્સ કરશે રણવીર સિંહ
વર્ક ફ્રન્ટની વાત કરીએ કો હાલમાં દીપિકા પદુકોણ અને રણવીર સિંહ રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સની ફિલ્મ સિંઘમ અગેનમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મના શૂટ સમયે દીપિકા ગર્ભવતી હતી. આ ફિલ્મમાં અજય દેવગણ, અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, કરિના કપૂર-ખાન, અર્જુન કપૂર અને જેકી શ્રોફ જેવા કલાકારો પણ જોવા મળ્યા હતા.