Ranveer Singhએ કોને કહ્યું બાપ બન ગયા રે… વીડિયો થયો વાઈરલ…

બોલીવૂડના બાજીરાવ ઉર્ફે રણવીર સિંહ (Ranveer Singh) અને દિપીકા પદુકોણ (Deepika Padukone)એ હાલમાં જ એક સુંદરમજાની પરી જેવી દીકરીને જન્મ આપ્યો છે અને બાળકીના જન્મના 21 દિવસ બાદ રણવીર સિંહ પહેલી વખત પબ્લિકમાં દેખાયો હતો અને કહેવાની જરૂર ખરી કે આ સમયે પપ્પા બન્યાની ખુશી રણવીરના ચહેરા પરથી સ્પષ્ટ દેખાઈ રહી હતી. રણવીરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે, આવો જોઈએ શું રહ્યું ડેડી રણવીરે…
વાત જાણે એમ છે કે ગઈકાલે મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ પોતાના ઘરે યુનાઈટે ઈન ટ્રાયમ્ફ નામના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. એવું કહેવાઈ રહ્યું છે કે આ કાર્યક્રમ અંબાણી પરિવાર ઓલમ્પિક અને પેરાલમ્પિક ખેલાડીઓના માનમાં આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં રણવીર સિંહે પણ હાજરી આપી હતી. રણવીર આ સમયે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો હતો અને તેણે ફોટોગ્રાફર્સ અને પેપ્ઝને મળતી વખતે ખુશીમાં બૂમ પાડીને કહ્યું કે બાપ બન ગયા રે…
અંબાણી પરિવાર હોસ્ટ કરેલા આ કાર્યક્રમમાં 140 ઓલંપિયન, પેરાલમ્પિયન્સે હાજરી આપી હતી. ખેલાડીઓ સિવાય આ કાર્યક્રમમાં બોલીવૂડ સેલેબ્સે પણ હાજરી આપી હતી. રણવીર સિવાય આ કાર્યક્રમમાં કાર્તિક આર્યને પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યારે ખેલાડીઓમાં નીરજ ચોપ્રા અને મનુ ભાકર પણ હાજર રહ્યા હતા.
હાલમાં જ દિપીકા પદુકોણની માતા ઉજ્જવલા પાદુકોણ અને બહેન અનીષા પદુકોણ મુંબઈમાં જોવા મળ્યા હતા અને આ સમયે પેપ્ઝે દિપીકા અને બેબી એન્જલની હેલ્થ વિશે પૂછ્યું હતું જેના જવાબમાં દિપીકાની મમ્મીએ કહ્યું હતું બેબી અને મમ્મી બંને એકદમ સ્વસ્થ છે. મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરીએ તો દિપીકા હવે 2025 સુધી મેટરનિટી લીવ પર છે અને તે હવે 6-7 મહિના પછી જ કામ પર પાછી ફરશે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દિપીકા છેલ્લે ફિલ્મ કલ્કી એડી2898માં જોવા મળી હતી જેમાં તેની સાથે પ્રભાસ, કમલ હસન, અમિતાભ બચ્ચન પણ જોવા મળ્યા હતા. હવે તે રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેનમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે રણવીર સિંહ પણ જોવા મળશે. દિવાળી પર આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે.