રણવીર સિંહે એવો ભાંગરો વાટ્યો કે સ્ટોરી પોસ્ટ કરીને માંગવી પડી માફી…

એક્ટર રણવીર સિંહ પોતાની અજીબો-ગરીબ આઉટફિટ અને હરકતોને કારણે ચર્ચામાં રહેતો હોય છે. પરંતુ હાલમાં ગોવા ખાતે યોજાઈ રહેલાં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) 2025ની ક્લોઝિંગ સેરેમની ઋષભ શેટ્ટીની ફિલ્મ કાંતારઃ ચેપ્ટર વનના સીનને લઈને કંઈક એવી પ્રતિક્રિયા આપી હતી કે હવે રણવીર સિંહે માફી માંગવાનો વારો આવ્યો છે.
આ વિવાદ એટલો આગળ વધી ગયો હતો કે સોશિયલ મીડિયા પર રણવીરને ટ્રોલ કરવામાં આવ્યો હતો. ચાલો જોઈએ શું છે આરી સ્ટોરી…
વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પર રણવીક સિંહનો ઈફીની ક્લોઝિંગ સેરેમનીનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો હતો. આ વીડિયોમાં તે ફિલ્મ કાંતારાઃ ચેપ્ટર વનના એક્ટર ઋષભ શેટ્ટીની એક્ટિંગના વખાણ કરે છે. આ વખાણ કરતાં રણવીર એક ખાસ સીનનો ઉલ્લેખ કરે છે અને તે એ સીનની મિમીક્રી કરે છે.
આપણ વાચો: દીપિકા હિજાબમાં અને રણવીર સિંહ લાંબી દાઢીમાં: અબુ ધાબીના વીડિયોમાં કપલનો નવો લુક વાયરલ
એટલું જ નહીં તે દેવતાઓને ભૂત પણ કહે છે અને વિવાદ હદથી આગળ વધી ગયો. આ સમયે ઋષભ ઓડિયન્સમાં હાજર હોય છે. જોકે, કેટલાક લોકોને રણવીર સિંહનું આ રીતે મિમીક્રી કરવાનું પસંદ નથી આવ્યું અને તેમણે એને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.
આજે મંગળવારે સવારે રણવીર સિંહે આ વિવાદને જોતા ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરીને ફેન્સની માફી માંગી હતી. રણવીરે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે મારો ઈરાદો ખાલી ઋષભની એક્ટિંગ સ્કિલને હાઈલાઈટ કરવાનો હતો.
દરેક એક્ટર એ વાત જાણે છે કે જે રીતે ઋષભે આ સીન કર્યો છે તેમાં કેટલી મહેનત લાગે છે. હું એના માટે તેના ખૂબ જ વખાણ કરું છું. હું હંમેશા દરેક દરેક કલ્ચર, પરંપાર, વિશ્વાસ અને સંસ્કૃતિનો આદર કરે છે. જો મારે કારણે કોઈની લાગણી દુભાઈ હોય તો હું એના માટે દિલથી માફી માંગું છું.
આપણ વાચો: …તો રણવીર સિંહ નહીં આ વ્યક્તિની પત્ની હોત Deepika Padukone?
રણવીર સિંહે આ સ્ટેટમેન્ટથી પોતાની ભૂલ તો સ્વીકારી જ છે પણ એની સાથે સાથે ભારતીય સંસ્કૃતિ પ્રત્યે સમ્માન પણ પ્રગટ કર્યું છે. આ ઘટના ત્યારે બની જની જ્યારે રણવીરે સ્ટેજ પર કાંતારાઃ ચેપ્ટર વનના ક્લાઈમેક્સ સીનને ફરી રીપ્લે કર્યો.
રણવીરે જણાવ્યું હતું કે મેં કાંતારાઃ ચેપ્ટર વન થિયેટરમાં જોઈ અને ઋષભે ખૂબ જ શાનદાર અભિનય કર્યો છે અને એમાં પણ ખાસ કરીને જ્યારે મહિલા ભૂત (ચામંડી દેવ) તમારા શરીરમાં પ્રવેશ કરે છે એ સીન અદ્ભૂત હતો.
બસ રણવીરની આ હરકત યુઝર્સને પસંદ નહીં આવી અને તેમણે એક્ટરને ભગવાનને ભૂત કહેવા માટે ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. આ મામલે રણવીર સામે દેવી-દેવતાઓનું અપમાન કરવા માટે એફઆઈઆર પણ નોંધાવવામાં આવ્યો છે. રણવીરે પણ વાત વધારે વણસે એ પહેલાં જ સ્ટેટમેન્ટ આપીને આખી વાતને ખૂબ જ સારી રીતે સંભાળી લીધી હતી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલમાં રણવીર સિંહ પોતાની આગામી ફિલ્મ ધૂરંધરને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં રણવીર સિંહનો લૂક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.



