Divorce લઈ રહ્યા છે Ranveer Singh-Deepika Padukone? એક્ટરની ટીમે કરી સ્પષ્ટતા…

Bollywood’s Most Adorable, Lovable, Cute Couple Ranveer Sing And Deepika Padukone હાલમાં તેમની પર્સનલ અને પ્રોફેશનલ બંને લાઈફને કારણે ચર્ચામાં છે. પર્સનલ લાઈફની વાત કરીએ તો ટૂંક સમયમાં જ આ કપલ પેરેન્ટ્સ બનવા જઈ રહ્યું છે અને પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો બંને જણ રોહિત શેટ્ટીની કોપ સિરીઝની સિંઘમની સિક્વલમાં એક સાથે કામ કરતાં જોવા મળશે.
આ બધા વચ્ચે હંમેશા કંઈકને કંઈક ગતકડું કરીને લાઈમલાઈટમાં રહેનાર Ranveer Singhએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી લગ્નના ફોટો ડિલીટ કરી નાખ્યા હતા. જેને કારણે કપલ વચ્ચે બધું બરાબર નથી અને કપલ ડિવોર્સ લઈ રહ્યું છે એવી ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ હતી. જોકે ગઈકાલે રણવીરે આવું કેમ કર્યું એ જાણી શકાયું નહોતું, પણ હવે તેનું કારણ સામે આવ્યું છે. એક્ટરની ટીમે ખુદ સામે આવીને આનું કારણ આપ્યું છે. આવો જોઈએ આખરે રણવીર સિંહે કેમ આવું કર્યું એ…
એક્ટરની ટીમ દ્વારા રણવીર સિંહની આ હરકત બાબતે સ્પષ્ટતા કરવામાં આવી હતી. ટીમે જણાવ્યું હતું કે બંને વચ્ચે બધું બરાબર છે અને બંને જણ ડિવોર્સ નથી લઈ રહ્યા. રણવીર અને દીપિકા બેબીમૂન પર છે અને રણવીરે માત્ર પબ્લિસિટી સ્ટન્ટ માટે જ આવી હરકત કરી હતી.
ચોક્કસ જ રણબીર અને દીપિકાના ફેન્સને આ સમાચાર સાંભળીને રાહત થઈ હશે. ફેન્સ તો રણવીર અને દીપિકા માતા-પિતા બનાવાના છે એ સમાચાર સાંભળીને પણ એકદમ ખુશ થઈ ગયા હતા. કપલ આ વર્ષે એટલે કે સપ્ટેમ્બર, 2024માં પોતાના પહેલાં બાળકને જન્મ આપવા જઈ રહ્યું છે. થોડાક સમય પહેલાં જ પ્રેગ્નન્સી દરમિયાન પણ દીપિકા રોહિત શેટ્ટીની કોપ સિરીઝની ફિલ્મ સિંઘમની સિક્વલ માટે એક્શન સીન શૂટ કરતી જોવા મળી હતી.