Deepika Padukone-Ranveer Singhના ઘરે આવશે નાનકડો રાજકુમાર? જાણો કોણે કર્યો આવો દાવો…

બોલીવૂડના મોસ્ટ પોપ્યુલર કપલ એટલે દીપિકા પદુકોણ (Deepika Padukone) અને રણવીર સિંહ (Ranveer Singh) સપ્ટેમ્બર મહિનામાં પેરેન્ટ બનવા જઈ રહ્યા છે. ફેન્સ સતત એક્ટ્રેસની પ્રેગ્નન્સી અને વિશે વાત કરી રહ્યા છે. દીપિકા પ્રેગ્નન્સી પીરિયડના લાસ્ટ ફેઝમાં છે.
દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં સુંદર કલરફૂલ આઉટફિટમાં દીપિકા સ્પોટ થઈ હતી અને આ સમયે તે તેના ફેનના નાનકડાં બાળકને વ્હાલથી રમાડતી પણ જોવા મળી હતી. પરંતુ આ બધા વચ્ચે દીપિકા અને રણવીરને ત્યાં મમ્મી દીપિકાનો રાજદુલારો જન્મ લેશે કે પપ્પા રણવીરની પાપા કી પરી એને લઈને જાત જાતની અટકળો લગાવવામાં આવી રહી છે.
હવે સોશિયલ મીડિયા પર કેટલાક લોકો એવો દાવો કરી રહ્યા છે તે દીપિકા દીકરાને જન્મ આપવા જઈ રહી છે. આખરે એવું તે શું થઈ ગયું ફેન્સ અને નેટિઝન્સ આવી વાતો કરી રહ્યા છે ચાલો તમને જણાવીએ-
આ પણ વાંચો: અરે બાપરે…રણવીરની હાજરીમાં દીપિકાને કિસ કરવાની હિંમત કોણે કરી?
વાત જાણે એમ છે કે હાલમાં સોશિયલ મીડિયા પર એક ફોટો સામે આવ્યો છે જે એક ગિફ્ટિંગ બ્રાન્ડે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં દીપીકાને મેન્શન કરીને લખવામાં આવ્યું છે કે દીપિકા પાદૂકોણનો ઓર્ડર પેક થઈ ગયો છે. આ ગિફ્ટ બોક્સનો કલર બ્લ્યુ છે અને તેને બ્લ્યુ રંગની જ રિબીન પણ બાંધવામાં આવી છે. બસ, આ ફોટો જોઈને ફેન્સ એવી અટકળો લગાવી રહ્યા છે કે કદાચ રણવીર અને દીપિકાના ઘરે પુત્રરત્નનો જન્મ થવાનો છે.

એક રેડિટ યુઝરે આ ફોટો શેર કરીને લખ્યું છે કે ક્યાંક વાંચ્યું કે દીપિકાને દીકરો થઈ શકે છે. એક બ્રાન્ડ પેજ પર આ મતલબની પોસ્ટ જોવા મળી મળી છે અને મેં એનો સ્ક્રીન શોટ લઈ લીધો. શક્ય છે કે આ બસ પેકેજિંગ હોય અને આવનાર મહેમાન સાથે આનું કોઈ કનેક્શન ના હોય, લોકો બસ સિલેક્શનના માધ્યમથી જ અટકળો લગાવી રહ્યા છે.
એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું કે જો આ સાચું છે તો આ રીતે રણવીર સિંહ અને દીપિકાની જાહેરાત વિના બ્રાન્ડનું આ રીતે આવનાર મહેમાનનું જેન્ડર રિવીલ કરવું ખૂબ જ અનપ્રોફેશનલ છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે ભારતમાં જન્મથી પહેલાં શિશુનું લિંગ પરિક્ષણ કરવું ગેરકાયદેસર છે. જો દીપિકાને આ વાતની જાણકારી હોય તો પણ તે આ રીતે તેને રીવિલ ના કરી શકે.