રણવીર અલાહાબાદિયાનો અશ્લીલ કમેન્ટવાળો વીડિયો યુટ્યુબ પર બ્લોક, સરકાર એક્શનના મૂડમાં…
![Portrait of Ranveer Allahbadia showcasing his lavish BeerBiceps lifestyle, luxury cars, and Rs60 crore net worth details.](/wp-content/uploads/2025/02/ranveer-allahbadia-net-worth.webp)
youtuber રણવીર અલાહાબાદિયાએ પોતાના અશ્લીલ નિવેદન બદલ માફી માંગી લીધી છે ,પરંતુ તેની મુશ્કેલી ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. સમય રૈનાના ડાર્ક કોમેડી શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ના એપિસોડને હવે youtube પર બ્લોક કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી ભારત સરકારના આદેશ પર કરવામાં આવી છે. આ ઉપરાંત સંસદીય સમિતિ રણવીર અલાહાબાદિયાને નોટિસ મોકલવાનું વિચારી રહી છે.
Also read : તમન્ના ભાટિયાનો બોયફ્રેન્ડ રાશા સાથે મસ્તીની પળોમાં જોવા મળ્યો, તસવીરો જુઓ…
તાજેતરના એપિસોડમાં પોડકાસ્ટર રણવીર અલાહાબાદિયા અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અપૂર્વ માખીજા સમય રૈનાના ડાર્ક કોમેડી શોમાં દેખાયા હતા. બંનેએ સેટ પર જે અશ્લીલ કમેન્ટ કરી તેને માટે તેમને ઘણી જ ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો તેને વાણી સ્વાતંત્ર્યનો દૂરૂપયોગ ગણાવી રહ્યા છે. ભારત સરકારના આદેશ બાદ youtubeએ આ એપિસોડને બ્લોક કરી દીધો છે.
સોશિયલ મીડિયા યુઝર્સે રણવીર અલાહાબાદિયા અને સમય રૈનાના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ પર પ્રતિબંધ મૂકવાની માગ કરી છે. લોકોએ રણવીરને અનફોલો અને અનસબસ્ક્રાઇબ કરવાનું શરૂ કરી દીધુ છે. લોકોને લાગે છે કે રણવીર અલાહાબાદિયા પ્રશંસાને લાયક નથી. જોકે, રણવીરે માફી માગીને પ્રકરણ પૂરું કરવાની કોશિશ કરી છે, પણ વાત ઘણી આગળ વધી ગઇ છે.
કોમેડિયન સમય રૈનાનો ડાર્ક કોમેડી શો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ વિવાદમાં ફસાઈ ગયો છે. તાજેતરના એપિસોડમાં રણવીર અલાહાબાદિયાએ માતા-પિતા પર કરેલી અશ્લીલ કમેન્ટને કારણે વિવાદ વધી ગયો છે. માહિતી અને પ્રસારણ ખાતાના વરિષ્ઠ સલાહકાર કંચન ગુપ્તાએ આ વિવાદાસ્પદ એપિસોડ youtube પરથી દૂર કર્યો હોવાની માહિતી આપી હતી.
ઘણા લોકોએ આ એપિસોડને અશ્લીલ ગણાવ્યો હતો અને તેને બ્લોક કરવાની માંગ કરી હતી, તો ઘણાએ તો આ શો પર જ પ્રતિબંધ મૂકવાની માગ કરી દીધી છે. આ વિવાદાસ્પદ એપિસોડની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વિરોધ થયા બાદ રણવીર અલાહાબાદિયાએ માફી માંગી લીધી છે. રણવીર અલાહાબાદિયા, સમય રૈના, અપૂર્વ માખીજા અને આશિષ ચંચલાનીની વિરુદ્ધ મુંબઈ અને ગુવાહાટીમાં રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે.
Also read : ભાઇજાને ભત્રીજાને રિલેશનશીપ અને બ્રેકઅપ પર શું સલાહ આપી
અત્યાર સુધી ઘણા રાજકારણીઓ સેલિબ્રિટી અને સામાન્ય લોકોએ રણવીરના નિવેદન સામે વિરોધ નોંધાયો છે. મુંબઈ પોલીસે રણવીર અલાહાબાદિયાને તપાસમાં સહયોગ કરવા જણાવ્યું છે. પોલીસ તેની પૂછપરછ કરવા તેના ઘરે પહોંચી છે.
આઇટી અને કમ્યુનિકેશન બાબતોની સંસદીય સમિતિના સભ્ય પ્રિયંકા ચતુર્વેદીએ અલાહાબાદિયાને સમન્સ મોકલવાની માંગણી કરી હતી ઘણા સાંસદોએ પણ આ અંગે ફરિયાદ કરી છે. કેન્દ્ર સરકાર રણવીર અલાહાબાદિયાને નોટિસ મોકલવાનો વિચાર કરી રહી છે.