ફિલ્મફેરમાં ઝળ્કયા રણવીર અને આલિયા, 12thફેલ પણ ફુલ માર્ક સાથે પાસ
ગાંધીનગરઃ ગુજરાતમાં સૌપ્રથમવાર યોજાયેલા ફીલ્મફેર એવોર્ડમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટે બાજી મારી છે. રણબીર ને ફિલ્મ એનિમલ માટે બેસ્ટ એક્ટર અને આલિયા ને ફિલ્મ રોકી ઓર રાની કી પ્રેમ કહાની માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. જોકે આ એવોર્ડ સમારંભમાં વિધુ વિનોદ ચોપડાની લો બજેટ ફિલ્મ 12th ફેલએ સારો દેખાવ કર્યો છે. બેસ્ટ એક્ટર મેલ ક્રિટિક્સ એવોર્ડ વિક્રાંત મેસીને મળ્યો છે આ સાથે બેસ્ટ ડિરેક્ટર પણ આ ફિલ્મ માટે વીધુ વિનોદ ચોપડાને અને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ પણ 12 ફેલને મળ્યો છે.
આ રીતે ત્રણ મહત્વની કેટેગરીમાં 12th ફેલ ફુલ માર્ક સાથે પાસ થઈ છે. આ વર્ષે આવેલી શાહરુખ ખાનની ત્રણેય ફિલ્મોમાંથી માત્ર ડંકી માટે વિકી કૌશલ ને બેસ્ટ સપોર્ટિંગ રોલ મેલ નો એવોર્ડ મળ્યો છે જ્યારે સપોર્ટિંગ રોલ ફીમેલ નો એવોર્ડ શબાના આઝમીને રોકી ઓર રાની કી પ્રેમ કહાની માટે મળ્યો છે. બેસ્ટ એક્ટ્રેસ ક્રિટિક્સ એવોર્ડ મિસિસ ચેટરજી વર્સિસ નોર્વે માટે રાની મુખર્જી અને થ્રી ઓફ અસ માટે શેફાલી શાહને સંયુક્ત રીતે મળ્યો છે.
જ્યારે બેસ્ટ સ્ટોરીમાં ઓએમજી ટુ અને જોરામ બાજી મરી ગયા છે .બેસ્ટ મ્યુઝિક એવોર્ડ એનીમલ ફિલ્મને મલ્યો છે . જ્યારે બેસ્ટ પ્લેબેક સિંગર ભુપીન્દ્ર બબલ ને મળ્યો છે એનિમલ ફિલ્મ માટે અર્જન વેલી ગીત માટે બેસ્ટ પ્લેબેક સિંગર ફિમેલ નો એવોર્ડ અને પઠાન ફિલ્મ ના બેશરમ રંગ ગીત માટે શિલ્પા રાવને મળ્યો છે. ખૂબ જ તામ જામ સાથે ગુજરાતના ગિફ્ટ સિટીમાં આ એવોર્ડ યોજવામાં આવ્યો હતો. બોલીવુડ સિતારાઓ સાથે ગુજરાતી રંગભૂમિ અને ગુજરાતી ફિલ્મ સંગીત સાથે જોડાયેલા કલાકારોએ પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ગુજરાત સરકારની ગુજરાતના ટુરીઝમને પ્રમોટ કરવાની આ કોશિશ સફળ થઈ હતી.