શું Abhishek Bachchanને કારણે ઐશ્વર્યાએ જીગરજાન દોસ્ત સાથે કરી હતી કીટ્ટા

બોલીવૂડની ઘણી દોસ્તી જગજાહેર છે. આમ તો બે હીરોઈન વચ્ચે દોસ્તી હોવાનુ ઓછું બને છે અને તે પણ જ્યારે તેઓ એકબીજાની હરીફ હોય, પણ Aishwarya Rai અને Rani Mukerji આ બધાથી પર હતા અને બન્ને વચ્ચે પાકી દોસ્તી હતી. તો પછી શું થયું કે રાણી અને ઐશ્વર્યા એક સમયે એકબીજાનું મોઢું જોવા તૈયાર ન હતા. આનું કારણ અભિષેક બચ્ચન માનવામા આવે છે. કારણ કે એશ સાથેના સંબંધો પહેલા અભિષેક અને રાણીના સંબંધો ફેમસ થયા હતા.

ફિલ્મ બંટી ઔર બબલીના સેટ પર બન્નેની મુલાકાત અને તેમની કેમેસ્ટ્રીએ તેમના સંબંધો પર મહોર લગાવી દીધી હતી, પરંતુ જયા બચ્ચનને આ સંબંધો લગ્નમાં પરિણમે તે મંજૂર ન હતું. આનું કારણ રાણી મુખરજીની ફિલ્મ બ્લેક હતી, જેને માટે તેને ખૂબ જ પ્રશંસા મળી. આ ફિલ્મમાં રાણી અને અમિતાભનો કિસિંગ સિન હતો, જે જયાને ગમ્યો ન હતો ને તે રાણી પર ભડકી હતી. અભિ અને રાણીના સંબંધોમાં તિરાડ પડી અને ત્યારબાદ ફિલ્મ ગુરુના સેટ પર અભિ અને એશ એકબીજાની નજીક આવ્યા ને 2007માં પરણી ગયા. આથી એમ માનવામાં આવતું હતું કે પતિ અભિષેકની એક્સથી એશએ અંતર કરી લીધું. પણ ખરું કારણ એ ન હતું.
આ પણ વાંચો: ઐશ્વર્યા રાયથી અલગ થવાના સમાચાર વચ્ચે અભિષેક બચ્ચને આ શું કર્યું…?
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો બન્ને વચ્ચે દોસ્તી તૂટવાનું કારણ હતો સલમાન ખાન. એશ અને સલમાન જ્યારે રિલેશનશિપમાં હતા ત્યારે એશ શાહરૂખ ખાન સાથે ચલતે ચલતે ફિલ્મ કરી રહી હતી. ફિલ્મના સેટ પર સલમાન આવી ચડતો અને ધમાલ મચાવતો અને શૂટિંગ ડિસ્ટર્બ કરતો. આ વાત શાહરૂખ ખાનની સહનશક્તિ બહારની હતી.

આથી તેણે એશને ફિલ્મમાંથી કઢાવી નાખી. પોતાની બેસ્ટ ફ્રેન્ડ ફિલ્મમાંથી નીકળી ગઈ છે તે જાણતી હોવા છતાં રાની મુખરજીએ આ ફિલ્મ સાઈન કરી તે વાતનું એશને માઠું લાગી આવ્યું અને તેમના વચ્ચે ખાઈ પેદા થઈ. જોકે માત્ર ચલતે ચલતે નહીં, એશને લગભગ પાંચ ફિલ્મોમાં રિપ્લેસ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: શૉકિંગ સિક્રેટઃ એક સમયે રાણી મુખરજીએ કાજોલ સાથે વાતચીત બંધ કરી હતી
ત્યારબાદ તો સલમાન સાથે બ્રેક અપ, વિવેક અગ્નિહોત્રી સાથે સંબંધો, તેમનો બ્રેક અપ અને પછી અભિ સાથે લગ્ન એમ એશના જીવનમાં ઘણું બન્યું અને હાલમાં પણ તેનું લગ્નજીવન ખોરંભે ચડ્યું હોવાના અહેવાલો છે, પરંતુ રાની અને એશ વચ્ચે ખાસ કોઈ મનમિલાપ થયો હોય તેવું ઈન્ડસ્ટ્રીમાં જાણવા મળ્યું નથી.