નેશનલ એવોર્ડમાં રાણી મુખર્જીના લૂક કરતાં વધારે ચર્ચા નેકપીસની, જાણી લો શું છે ખાસ? | મુંબઈ સમાચાર
મનોરંજન

નેશનલ એવોર્ડમાં રાણી મુખર્જીના લૂક કરતાં વધારે ચર્ચા નેકપીસની, જાણી લો શું છે ખાસ?

હાલમાં જ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે અનેક વિવિધ એક્ટર-એક્ટ્રેસ, સેલેબ્સને તેમના કામ માટે નેશનલ એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં કિંગ ખાન તરીકે ઓળખાતા શાહરૂખ ખાન, રાણી મુખર્જી, વિક્રાંત મેસી સહિતના કલાકારોનો સમાવેશ થાય છે. રાણી મુખર્જી આ સમયે મોટાભાગે શાહરૂખ ખાન સાથે જોવા મળી હતી. રાણી મુખર્જીનો સાડી લૂક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. પરંતુ આ સમયે સૌથી વધુ ચર્ચા થઈ હોય તો તે રાણી મુખર્જીએ પહેરેલા નેક પીસની…

રાણી મુખર્જી માટે આ પળ ખૂબ જ ખાસ હતી અને તેણે આ પળને વધારે ખાસ બનાવવા માટે ખૂબ જ ખાસ આઉટફિટ અને એસેસરીઝ પસંદ કરી હતી. રાણીની સાડીની સાથે સાથે તેણે પહેરેલી મિનીમલ જ્વેલરી પણ ખૂબ જ ખાસ હતી. આ જ્વેલરીએ તેના લૂકમાં ચાર ચાંદ લગાવવાનું કામ કર્યું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે રાણી પહેરેલા નેકપીસનો સંબંધ તેની દિકરી આદિરા સાથે છે. ચાલો તમને જણાવીએ આ ખાસ કનેક્શન વિશે.

મળતી માહિતી મુજબ રાણી મુખર્જીએ આ સમયે ખૂબ જ ક્યુટ નેકલેસ પહેર્યો હતો અને આ સાથે તેણે ગોલ્ડ ચેનમાં દીકરા આદિરાના નામનો નેકલેસ પહેર્યો હતો. રાણીનું આ સ્વીટ ગેસ્ચર જોઈને ફેન્સ આદિરા માટે પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. રાણી મુખર્જીના લૂકમાં આ સુંદર નેકપીસે ચાર ચાંદ લગાવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે રાણી મુખર્જીએ 2014માં ડિરેક્ટર આદિત્ય ચોપડા સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નમાં ખૂબ જ નજીકના લોકોએ હાજરી આપી હતી. કપલને એક દીકરી પણ છે જેનું નામ છે આદિરા. આદિરાના જન્મ 2015માં થયો હતો. આદિરા 10 વર્ષની થઈ ગઈ છે અને રાણીએ પોતાની લાડકવાયીને લાઈમલાઈટથી દૂર રાખી છે.

તમારી જાણ માટે કે રાણી મુખર્જીને ફિલ્મ મિસેઝ ચેટ્ટર્જી વર્સીસ નોર્વે માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. આ સેરેમનીમાં શાહરૂખ ખાન સાથેની તેની કેટલીક ક્યુટ મોમેન્ટના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો…National Awards 2025: રાની મુખર્જીએ નમન કર્યું સ્ટેજને, મોહનલાલે આપી ઈમોશનલ સ્પીચ

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button