રંગ બરસે…: અમિતાભ અને જયા બચ્ચની આવી રોમાન્ટિક તસવીર તમે જોઈ નહીં હોય

અભિનેતા અમિતાભ બચ્ચન અને અભિનેત્રી જયા બચ્ચન બોલીવૂડના ઘણા એવા કપલ્સમાંના એક છે જેમની એક તસવીર પણ ફેન્સનો દિવસ ખુશ્નુમા બનાવી દે છે. બચ્ચન અને રેખાના સંબંધોની વારંવાર વાતો વચ્ચે પણ જયા અને અમિતાભનું લગ્નજીવન લાંબુ ટકી રહ્યું છે અને હજુ કપલ લાઈવ લાગે છે, ત્યારે દીકરી શ્વેતાએ તેમની મૂકેલી તસવીર જોઈને તો ફેન્સ વારી ગયા છે.
ગઈકાલે આખા દેશે હોલિકા દહન કરી, હોળીના દર્સન કર્યા ત્યારે બચ્ચન અને જયા બચ્ચને 50મી હોળી સાથે મનાવી. આ દરમિયાન અમિતાભ અને જયાની એક તસવીર શ્વેતાના મોબાઈલમાં ક્લિક થઈ ગઈ અને તેણે પોતાના ઈન્સ્ટા અકાઉન્ટ પર શેર કરી.

તસવીરમાં બચ્ચન જયાના ખભ્ભા પર હાથ મૂકયા છે અને બન્ને એકબીજા સામે પ્રેમથી જોઈ રહ્યા છે. પાછળ હોળીની જ્વાળાઓ દેખ્ઈ રહી છે.
બચ્ચન પરિવારે પોતાના બંગલા જલસામાં જ હોળી પ્રગટાવી જોવાનું જાણી શકાય છે. જોકે ઘરે આવેલા બીાજ મહેમાનો કે કોઈ દેખાતું નથી, પરંતુ તેની જરૂર પણ નથી કારણ કે આ એક સુંદર તસવીર જ તમને મજા કરાવી દેશે.
બચ્ચન અને જયા ઝંઝીર ફિલ્મમાં સાથે કામ કર્યા બાદ એકબીજાના પરિચયમાં આવ્યા અને 1973માં તેમના લગ્ન થયા હતા. શ્વેતા અને અભિષેકના માતા-પિતા બન્યાં. જયા બચ્ચન ઘણો વખત ફિલ્મી પદડાથી દૂર રહ્યા જ્યારે બચ્ચને ઘણા સંઘર્ષ સાથે ખૂબ જ લાંબી કારકિર્દી જમાવી અને આજે પણ એક્ટિવ છે. જયાએ પણ અમુક ફિલ્મો દ્વાાર વાપસી કરી છે.
આ પણ વાંચો…ગુજરાતભરમાં ધૂળેટીએ મંદિરોમા ભક્તોની લાઈનો લાગી, શેરીઓ અને સોસાયટીઓમાં રંગેચંગે ઉજવણી
પુત્રવધુ ઐશ્વર્યા સાથેના સંબંધોને લઈ બચ્ચન પરિવાર વિવાદોમાં પણ આવ્યા કરે છે. આ સાથે અભિનેત્રી રેખા સાથેના બચ્ચનના સંબંધોની વાતો આજે પણ એટલી જ વાયરલ થાય છે, ત્યારે અમિતાભ અને જયાની આ તસવીર કવિ સુરેશ દલાલની પેલી પંક્તિની યાદ અપાવે છે…
કમાલ કરે છે, એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે…