રણબીર કપૂરની ‘રામાયણ’ ભારતીય સિનેમાની સૌથી મોંઘી ફિલ્મ – જાણો છો કેટલું બજેટ ?
New Delhi : અત્યારે રણબીર કપૂરની (Ranbir Kapoor) રામાયણની (Ramayana) ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. ફિલ્મના સેટ પરથી ન જોઈ હોઈ તેવી તસવીરો સામે આવી રહી છે. આ બધાની વચ્ચે ચાહકોમાં કલાકારોને લઈને ચર્ચા ચાલી રહી છે. પરંતુ હવે સૌથી મોટા સમાચાર આ ફિલ્મનું બજેટ છે. વાસ્તવમાં, નીતિશ તિવારી દ્વારા નિર્દેશિત રામાયણ પાર્ટ વન ભારતીય સિનેમાની સૌથી મોંઘી ફિલ્મ બનવા જઈ રહી છે, જેનું બજેટ 100 મિલિયન અમેરિકન ડોલર હશે. જો તેના બજેટ ભારતીય રૂપિયામાં જોવામાં આવે તો ચાહકો કહી દેશે કે આટલા બજેટમાં કેટલી ગદ્દર બની શકે.
તાજેતરમાં એક અહેવાલ મુજબ, એક સૂત્રએ કહ્યું કે રામાયણ એ કોઈ ફિલ્મ નથી, પરંતુ એક ભાવના છે અને નિર્માતાઓ તેને આખી દુનિયામાં બતાવવા માટેનો કોઈ મોકો છોડતા નથી. આ જ સૂત્રએ જણાવ્યું છે કે નમિત મલ્હોત્રા, જે ફિલ્મના નિર્માતા છે. તેમણે રામાયણ ભાગ એક માટે 100 મિલિયન અમેરિકન ડોલર એટલે કે 835 કરોડનું બજેટ રાખ્યું છે. જ્યારે આ ફ્રેન્ચાઈઝી જેમ જેમ વધશે તેમ તેમ બજેટ પણ વધશે.
ખાસ વાત તો એ છે કે વર્ષ 2022માં રીલિઝ થયેલી રણબીર કપૂરની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ 450 કરોડ રૂપિયાના બજેટમાં બની હતી, જે સૌથી મોંઘી હિન્દી ફિલ્મોમાંની એક હતી. રામાયણના બજેટની સાથે આ તેની બીજી સૌથી મોંઘી ફિલ્મ છે. આ ફિલ્મના પોસ્ટ પ્રોડક્શનને 600 દિવસ થવા જઈ રહ્યા છે, જે બાબત ચાહકોની ઉત્સુકતામાં વધારો કરી રહી છે.
આમ જોઈએ તો પઠાણનું બજેટ 240 કરોડ રૂપિયા હતું. જ્યારે જવાનનું બજેટ 370 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું. જ્યારે પુષ્પા 2નું બજેટ 500 કરોડ સુધીનું કહેવાય છે, જે હજુ પણ રામાયણ કરતા ઓછું છે. જો કે બોક્સ ઓફિસ પર શું પરિણામ આવશે? તે આગામી દિવસોમાં ખબર પડશે.