મનોરંજન

WATCH: ‘હું સંમત છું, પણ…’ ,’Animal’ જેવી ફિલ્મો પર રણબીરની પ્રતિક્રિયા

પણજીઃ ગોવામાં 55માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)માં બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર પણ ભાગ લેવા પહોંચ્યો છે. અહીં તેણે ‘એનિમલ’ ફિલ્મની થઇ રહેલી ટીકા પર પ્રતિક્રિયા આપી હતી. એનિમલ (2023) ફિલ્મમાં હિંસાનો જ મહિમા વર્ણવવામાં આવ્યોછે.

રણબીર કપૂરે એક વ્યક્તિની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી હતી કે એનિમલ અને સંજુ જેવી ફિલ્મોની રિલીઝને વધુ પ્રોત્સાહન ન આપવું જોઈએ. ગોવામાં રણબીરે ફિલ્મો અને અભિનેતાની જવાબદારી વિશે માંડીને વાત કરી હતી. રણબીર કપૂરની એનિમલની ઘણી ટીકા થઇ રહી છે, એવા સમયે ઈવેન્ટમાં એક વ્યક્તિએ કહ્યું હતું કે સંજુ અને એનિમલ જેવી ફિલ્મો બતાવે છે કે ગમે તે થાય, હિંસાથી કંઈપણ હાંસલ કરી શકાય છે. તેણે એમ પણ કહ્યું હતું કે આવી ફિલ્મોની રિલીઝને વધુ પ્રોત્સાહન ન આપવું જોઈએ.


Also read: Nitu Singh નહીં પણ હરનીત કૌર છે Ranbir Kapoorની માતા… જાણો કોણ છે આ હરનીત કૌર?


આ અંગે પ્રતિક્રિયા આપતા રણબીરે કહ્યું, “હું તમારા અભિપ્રાય સાથે સંપૂર્ણ રીતે સંમત છું. એક અભિનેતા તરીકે, સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવે તેવી ફિલ્મો લાવવાની જવાબદારી આપણી છે. એમ કહીને, હું એક અભિનેતા છું, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે હું પણ વિવિધ સ્ટાઇલ અજમાવું અને વિવિધ ભૂમિકા નિભાવું, પણ તમારી વાત બિલકુલ સાચી છે. આપણે જે પ્રકારની ફિલ્મો બનાવીએ છીએ તેના પ્રત્યે આપણે વધુ જવાબદાર બનવું પડશે.”

રણબીર કપૂરની ‘એનિમલ’ ફિલ્મે બોક્સ ઓફિસ પર જબરદસ્ત સફળતા મેળવી હતી અને વિશ્વભરમાં રૂ. 900 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મમાં એક કઠોર યુવાન દર્શાવવામાં આવ્યો છે, જે એક શક્તિશાળી ઉદ્યોગપતિનો પુત્ર છે, જે તેના પિતાના જીવને જોખમમાં મૂકનારાઓ સામે બદલો લેવા ઘરે પરત ફરે છે. આ ફિલ્મમાં અનિલ કપૂર, રશ્મિકા મંદન્ના, તૃપ્તિ ડિમરી અને બોબી દેઓલ પણ મુખ્ય ભૂમિકામાં છે.


Also read: આલિયા-રણબીરની રાહા થઈ બે વર્ષની, બર્થ ડે પાર્ટીમાં કરી ધીંગામસ્તી


વર્ક ફ્ર્ન્ટની વાત કરીએ તો રણબીર હવે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ લવ એન્ડ વોરમાં જોવા મળશે. તેમાં આલિયા ભટ્ટ અને વિકી કૌશલ પણ છે. આ ફિલ્મની સત્તાવાર જાહેરાત જાન્યુઆરી 2024 માં કરવામાં આવી હતી. રણબીર પાસે નિતેશ તિવારીની રામાયણ પણ છે, જેમાં સીતા માતાના રોલમાં સાંઇ પલ્લવી છે. આ ફિલ્મ 2026માં રિલીઝ થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button