Ranbir Kapoorના ફેન્સ આ સમાચાર વાંચીને દુઃખી થઈ જશે… જાણો કેમ?

બોલીવૂડનો ચોકલેટી બોય તરીકે પ્રખ્યાત એક્ટર રણબીર કપૂર (Bollywood Actor Ranbir Kapoor)ના ફેન્સ માટે એક મોકાણના સમાચાર આવ્યા છે. આ સમાચાર સાંભળીને કદાચ ફેન્સ દુઃખી થઈ જશે. ફિલ્મ એનિમલ બાદ ફેન્સ ખૂબ જ આતુરતાપૂર્વક તેની ફિલ્મ રામાયણ (Film Ramayan)ની રાહ જોઈ રહ્યા છે. આ સમચાર રણબીર કપૂરની ફિલ્મ રામાયણની રીલિઝ ડેટને લઈને છે.
રણબીર કપૂર હાલમાં ફિલ્મ રામાયણ માટે શૂટિંગ કરી રહ્યો છે અને થોડાક સમય પહેલાં જ સેટ પરથી એક્ટ્રેસ સાંઈ પલ્લવી સાથેના તેના ફોટો પણ લીક થયા હતા. આ બધા વચ્ચે જ ફિલ્મની રિલીઝ ડેટને લઈને એક મહત્ત્વનું અપડેટ સામે આવ્યું છે. આ અપટેડ સાંભળ્યા પછી રણબીરના ફેન્સ નિરાશ થઈ શકે છે.
થોડાક સમય પહેલાં જ એવી માહિતી સામે આવી હતી કે ફિલ્મ ત્રણ ભાગમાં રિલીઝ કરવામાં આવશે. પહેલાં ભાગમાં સીતા માતાના અપહરણ પર ફિલ્મ પૂરી થશે. જોકે, ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું હોવા છતાં પણ આગામી બે વર્ષ સુધી ફિલ્મ રીલિઝ નહીં કરવામાં આવે. આ અપડેટને કારણે ચોક્કસ જ રણબીર કપૂરના ફેન્સ નિરાશ થશે, કારણ કે તેમને તેમનો મનગમતો હીરો રામ તરીકે સ્ક્રીન પર તેવો દેખાય છે એ જોવા માટે વધારે રાહ જોવી પડવાની છે.
આ પણ વાંચો: રણબીર કપૂરની ‘રામાયણ’ ભારતીય સિનેમાની સૌથી મોંઘી ફિલ્મ – જાણો છો કેટલું બજેટ ?
રણબીર કપૂર હાલમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ ડિમાન્ડમાં છે અને તેનમાં હાથમાં રામાયણ સિવાય ફિલ્મ લવ એન્ડ વોર તેમ જ એનિમલ પાર્ક ત્રણનો સમાવેશ થાય છે. એમાંથી પણ નિતેશ તિવારીની ફિલ્મ રામાયણના અમુક ભાગનું શૂટિંગ તો પૂરું થઈ ગયું છે.
દરમિયાન ફિલ્મમાં કૈકેયીની ભૂમિકા કરી રહેલી એક્ટ્રેસ લારા દત્તા (Lara Dutta) તેમ જ દશરથનો રોલ કરી રહેલાં એક્ટર અરુણ ગોવિલ (Arun Govil)ના લૂક્સ પણ લીક થયા હતા. દરરોજ ફિલ્મને લઈને નવા નવા અપડેટ્સ આવી રહ્યા છે અને ફિલ્મ સાથે અનેક મોટા મોટા સ્ટાર્સનું નામ જોડાઈ રહ્યું છે. પણ આ બધા મોટા સ્ટાર્સને મોટા પડદાં પર જોવા માટે ફેન્સને રાહ જોવી પડશે…