બોલો! જે કામ આલિયા ના કરી શકી તે તેની દીકરીએ કરી બતાવ્યું….
રણબીર કપૂર અને આલિયા ભટ્ટના જીવનમાં લિટલ એન્જલ રાહાના આગમન પછી બંનેના જીવનમાં ઘણો બદલાવ આવ્યો છે. રણબીર અવારનવાર રાહાએ પોતાનું જીવન કેવી રીતે બદલ્યું તેની સાથે જોડાયેલી વાતો શેર કરતો જોવા મળે છે. હવે અભિનેતાએ ખુલ્લેઆમ કહ્યું છે કે કેવી રીતે તેણે પુત્રીના જન્મ પછી તેની ખરાબ આદત છોડી દીધી છે.
રણબીરે કહ્યું હતું કે રાહાના જન્મ પછી જે સૌથી મોટો બદલાવ આવ્યો છે તે એ છે કે તે હવે પોતાના સ્વાસ્થ્યને લઈને સાવધ થઈ ગયો છે. તેણે ધૂમ્રપાન કરવાનું છોડી દીધું છે કારણ કે હવે તેને મૃત્યુનો ડર લાગે છે અને તેને તેની દીકરી રાહા માટે લાંબુ જીવવું છે.
રણબીર કપૂર હાલમાં જ નિખિલ કામથના પોડકાસ્ટ પર પહોંચ્યો હતો, જ્યાં તેણે ઘણા ખુલાસા કર્યા હતા. આ દરમિયાન તે તેની પુત્રી રાહા સાથેના સ્પેશિયલ બોન્ડ વિશે વાત કરતો જોવા મળ્યો હતો. તેણે જણાવ્યું હતું કે હવે હું પિતા બની ગયો છું. આ દરમિયાન રણબીર કપૂરે એ પણ જણાવ્યું હતું કે કેવી રીતે રાહાના જન્મ પછી જીવન અને મૃત્યુ પ્રત્યેનો તેમનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો. તેણે કહ્યું કે મને ક્યારેય મૃત્યુનો ડર નથી લાગતો. મેં હંમેશા વિચાર્યું કે હું 71 વર્ષની ઉંમરે મરી જઈશ, કારણ કે મને 8 નંબરનું વળગણ છે. 71 એટલે બંને અંકનો સરવાળો 8 થાય. મને ફિકર જ નહોતી. મને એમ કે ઠીક છે, હું 30 વર્ષ પછી મરી જઇશ. એમાં શું મોટી વાત છે! , પણ રાહાના જન્મ પછી મને લાગે છએ કે મારે એના માટે જીવવાની જરૂર છે. મારે મારું જીવન આમ સાવ ફેંકી ના દેવું જોઇએ. મારી દીકરી મારું સર્વસ્વ છે.
તેણે આગળ કહ્યું હતું કે, “મેં 17 વર્ષની ઉંમરે સિગારેટ પીવાનું શરૂ કરી દીધું હતું. તે મારી ખૂબ જ ખરાબ આદત બની ગઈ હતી. પિતા બન્યા પછી મેં મારી આ આદત છોડી દીધી હતી. હવે હું પહેલા કરતાં વધુ ફિટ અનુભવું છું.” રણબીરે કહ્યું કે પિતા તરીકેની તેની નવી જવાબદારીઓએ તેને સિગારેટની આદત છોડવા માટે પ્રેરિત કર્યો છે. એટલે કે જે કામ આલિયા નહીં કરી શકી તે દીકરીએ કરી બતાવ્યું છે. આલિયાને પણ રણબીરની સ્મોકીંગની આદત પસંદ નથી. તેણે એને ઘણી વાર ટોક્યો પણ છે, પણ ટિપિકલ ઇન્ડિયન હસબંડ રણબીરે પત્નીની વાત માની નહોતી, પણ હવે દીકરી રાહા માટે તે કંઇ પણ કરવા તૈયાર છે.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન એપ્રિલ 2022માં થયા હતા. નવેમ્બર 2022માં આલિયાએ દીકરીને જન્મ આપ્યો. રાહાની તસવીરો અને વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.
Also Read –