બોલો, હવે આ બાબતને લઈ રણબીર કપૂર આવ્યો ચર્ચામાં
મુંબઈઃ બોલીવુડની બહુ ગાજેલી અને વિવાદમાં પડેલી ફિલ્મ ‘એનિમલ’ની સક્સેસ બાદ હવે રણબીર કપૂર (Ranbir Kapoor) ઉર્ફે આરકે પોતાની આવનારી ફિલ્મ રામાયણને લઈ ચર્ચામાં છે. એનિમલમાં એક ખુંખાર ભૂમિકા બાદ હવે અભિનેતા રામાયણમાં મર્યાદા પુરુષોત્તમ રામની ભૂમિકામાં જોવા મળશે ત્યારે એના અહેવાલ વચ્ચે અભિનેતાએ એક લકઝરી કાર ખરીદીને ચર્ચામાં આવ્યો છે.
એક પાપારાઝીએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક વીડિયો શેર કર્યો છે, જેમાં અભિનેતા પોતાની નવી કાર ચલાવતા નજરે પડી રહ્યા છે. આ સાથે જ આરકેની લકઝરી કારના કલેક્શનમાં વધુ એક કારનો ઉમેરો કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આરકે પોતે એકલાએ જ કાર ચલાવી હતી. તેની સાથે ગાડીમાં કોઈ હતું નહીં. તેઓ બાંદ્રામાં આરામથી પોતાની નવી કાર ચલાવવા સાથે એન્જોય કરી રહ્યા હતા. જેટ બ્લેક કલરની Bentley Continentalની કિંમત લગભગ આઠ કરોડની આસપાસ છે.
રણબીર પાસે પહેલાથી જ લેન્ડ રોવર રેન્જ રોવર ઓટોબાયોગ્રાફી છે, જેની કિંમત લગભગ 3.27 કરોડ રૂપિયાની છે. આ ઉપરાંત આરકે ઘણી કરોડોની ગાડીઓના માલિક છે. આમા ઓડી A8 L, મર્સિડીઝ-AMG G 63 અને એક ઓડી R8 છે. આરકે જ્યારે આલિયા સાથે નેશનલ એવોર્ડ સેરેમનીમાં સામેલ થવા દિલ્હી જઈ રહ્યો હતો ત્યારે પોતાની નવી રેન્જ રોવરમાં નજરે પડ્યા હતા. રણબીર, ઉપરાંત આલિયા ભટ્ટ પાસે પણ શાનદાર કોરનું કલેક્શન છે, જેની કિંમત કરોડોમાં છે
વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો આરકે હાલ નિતેશ તિવારીની રામાયણમાં બિઝી છે, જેની શૂટિંગ બીજી એપ્રિલથી શરૂ થયું. આ ફિલ્મને ત્રણ પાર્ટમાં રિલીઝ કરવામાં આવશે. પહેલા પાર્ટમાં રણબીર કપૂર અને સીતાના પાત્રમાં સાઈ પલ્લવીની સાથે કેટલાક વધુ એક્ટર્સ જોવા મળશે. ત્યાં જ યશ લંકાપતિ રાવણ બનશે. જોકે મીડિયાના અહેવાલો અનુસાર રામાયણના પહેલા પાર્ટનો હિસ્સો નહીં બને. ત્યાં રામાયણ ઉપરાંત આરકે એનિમલની સીક્વલ એનિમલ પાર્કમાં પણ જોવા મળશે.