પ્રથમ દિવસે કમાણીના રેકોર્ડ તોડનારી ફિલ્મ ‘એનિમલ’ નિર્માતાને મોટો ઝટકો
રણબીર કપૂરની ફિલ્મે ‘એનિમલ’ એ એડવાન્સ બુકિંગમાં મસમોટી કમાણી કરીને અનેક રેકોર્ડ તોડ્યા છે. ફિલ્મે પ્રથમ દિવસે 61 કરોડની કમાણી કરી છે જેમાં 33.97 કરોડનું એડવાન્સ બુકિંગ થયું હતું. ફિલ્મે પ્રથમ દિવસે એડવાન્સ બુકિંગનો પઠાણનો(31.26 કરોડ), ટાઇગરનો(22.48 કરોડ), ગદર-2નો(17.60 કરોડ)નો રેકોર્ડ તોડ્યો છે.
એનિમલે પ્રથમ દિવસે વૈશ્વિક 100 કરોડની કમાણી કરી છે. પઠાણની પ્રથમ દિવસે કમાણી 57 કરોડ હતી. હવે પ્રથમ દિવસે દેશભરમાં 61 કરોડની કમાણી કરીને ‘એનિમલ’ પ્રથમ દિવસે સૌથી વધુ કમાણી કરવાનો વિક્રમ નોંધાવી જ દીધો છે. ફિલ્મના કલાકાર રણબીર કપૂર, બોબી દેઓલ, રશ્મિકા મંદાનાના અભિનયની તારીફ કરતા લોકો થાકતા નથી. ફિલ્મ સાડા ત્રણ કલાક જેટલી લાંબી હોવા છતાં પણ લોકો આ ફ્લ્મ જોવા ખુશી ખુશી થિયેટરોમાં આવી રહ્યા છએ.
ધમાકેદાર શરૂઆત કરનારી રણબીરની ફિલ્મના નિર્માતાને જોકે મોટો ઝાટકો લાગ્યો છે. ‘એનિમલ’ ફિલ્મ લીક થઈ ગઈ છે. આ ફિલ્મે એડવાન્સ બુકિંગ દ્વારા જ મોટી કમાણી કરી લીધી હતી. પ્રથમ દિવસના કલેક્શને પઠાણ, ગદર-2 અને ટાઇગર-3ના રેકોર્ડ તોડી કાઢ્યા છે. ફિલ્મે પહેલા દિવસે 61 કરોડની કમાણી કરી લીધી છે. આ ખુશી વચ્ચે નિર્માતાને મોટો આંચકો લાગ્યો છે. આ મૂવી ટેલિગ્રામ, Tamilrockers, Movierulz, TamilMV, FilmyZilla, ຢजोमा केपी વેબસાઇટ્સ પર વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકાય છે.