રણબીર-આલિયાએ દીકરી રાહા સાથે મનાવ્યું ન્યૂ યર, ક્યુટ ફોટો વાયરલ

મુંબઈ: બોલીવુડનું લોકપ્રિય કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પોતાની દીકરી રાહા સાથે નવા વર્ષની ઉજવણી કરવા વેકેશન પર ગયા હતા. જેની એક ઝલક જોવા માટે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર વેકેશનની એક સુંદર ફોટો શેર કરીને ચાહકોની આતુરતાનો અંત લાવ્યો છે. આ ફોટોમાં કપલ તેની દીકરી સાથે ન્યૂ ઈયર ટાઈમ સેલિબ્રેટ કરતા જોવા મળ્યા હતા.
આલિયાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી આ ખાસ તસવીરમાં ત્રણેય વ્હાઇટ આઉટફિટમાં ખૂબ સુંદર લાગી રહ્યા છે. ફોટોમાં જોઈ શકાય છે કે રણબીર કપૂર પોતાની વ્હાલસોયી દીકરી રાહાને હવામાં ઉછાળી રહ્યો છે અને તેની સાથે મસ્તીના મૂડમાં છે, જ્યારે આલિયા પણ આ મોમેન્ટની મજા લઈ રહી છે.
આપણ વાચો: રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો વૈભવી બંગલો તૈયાર; નામ રાખ્યું કૃષ્ણા રાજ બંગલા, જુઓ વીડિયો
આલિયાએ કેપ્શનમાં લખ્યું છે ‘And up you go love. happy 2026’. આ ફેમિલી ફોટો સોશિયલ મીડિયા પર અત્યારે જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
આલિયાની આ પોસ્ટ શેર થતાની સાથે જ મિનિટોમાં હજારો લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ થયો છે. માત્ર ચાહકો જ નહીં પરંતુ બોલીવૂડ સેલેબ્સ પણ આ ફોટો પર ફિદા થયા છે. ચાહકો કોમેન્ટ સેક્શનમાં ‘પરફેક્ટ ફેમિલી’ અને ‘ક્યુટેસ્ટ રાહા’ જેવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આલિયા ભટ્ટ ટૂંક સમયમાં યશરાજ ફિલ્મ્સની સ્પાય થ્રિલર ‘આલ્ફા’માં એક્શન કરતી જોવા મળશે. આ ઉપરાંત, તે સંજય લીલા ભણસાલીની ‘લવ એન્ડ વોર’માં પણ રણબીર કપૂર અને વિક્કી કૌશલ સાથે કામ કરશે.
બીજી તરફ, રણબીર કપૂર નીતીશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’માં ભગવાન શ્રી રામની ભૂમિકામાં દેખાશે અને ચાહકો તેની બ્લોકબસ્ટર ફિલ્મ ‘એનિમલ’ની સિક્વલ ‘એનિમલ 2’ની પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.



