એનિમલમાંથી રણબીર-બોબીના જે કિસિંગ સીન ડિલીટ કરવામાં આવ્યા હતા તે હવે તમને અહી જોવા મળશે…
મુંબઈ: સંદીપ રેડ્ડી વાંગાના નિર્દેશનવાળી ફિલ્મ એનિમલ થિયેટરોમાં આવ્યા બાદ ઘણા લોકોએ તેની પ્રશંસા કરી છે તો ઘણા લોકોએ તેની અહવેલના પણ કરી છે. આ ફિલ્મમાં ઘણા સીન એવા છે કે જેની સંસદમાં પણ ચર્ચા થઇ છે. ફિલ્મમાં રણબીર કપૂર અને બોબી દેઓલ સહિત તમામ કલાકારોની જોરદાર એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. પરંતુ તેમાં સ્ટોરી જેવું કંઈ છે નહી આથી કારણકે ફિલ્મમાં ભરપૂર એક્શન છે, ઈમોશન છે, રોમાન્સ છે અને ઈન્ટીમેટ સીન્સ છે. તેમ છતાં ઘણા એવા સીન છે જે ફિલ્મમાંથી કટ કરવામાં આવ્યા હતા. અને એ સીન હવે તમને ઓટીટી પર જ્યારે ફિલ્મ રિલીઝ થશે ત્યારે જોવા મળશે.
આ ફિલ્મમાં રણબીર કપૂરની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે, તો બોબી દેઓલનો રોલ ઘણો નાનો હોવા છતાં પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ ફિલ્મમાં બોબીએ એક પણ શબ્દ બોલ્યા વગર માત્ર પોતાના એક્સપ્રેશનથી બધાને દિવાના બનાવી દીધા હતા. ફિલ્મમાં બોબી દેઓલ અને રણબીર કપૂરના કિસિંગ સીન પણ હતા. પરંતુ તે સીનને થિયેટરમાં રિલીઝ કરતા પહેલા દૂર કરવામાં આવ્યો હતો. પરંતુ ફિલ્મ ઓટીટી પર અનકટ રીલીઝ થશે.
એનિમલ ઓટીટી પર અનકટ વર્ઝન સાથે આવી રહી છે તે સાંભળીને ચાહકોમાં ઉત્સુકતા વધી ગઇ છે. એવા અહેવાલો છે કે એનિમલ 14 અથવા 15મી જાન્યુઆરીએ ઓટીટી પર રિલીઝ થશે.
એનિમલે વિશ્વભરમાં 750 કરોડથી વધુની કમાણી કરી છે અને તેણે તમામ ફિલ્મોને કમાણીના મામલામાં પાછળ છોડી દીધી છે. સ્થાનિક બજારમાં આ ફિલ્મે રૂ. 450 કરોડનો આંકડો પાર કરી લીધો છે અને હવે રૂ. 500 કરોડના ક્લબમાં સામેલ થવા તરફ આગળ વધી રહી છે. એનિમલમાં રણબીર કપૂર, રશ્મિકા મંદાના, અનિલ કપૂર, બોબી દેઓલ, તૃપ્તિ ડિમરી એ મહત્વની ભૂમિકાઓ ભજવી છે.