દાદુ રણધીર કપૂરનો બર્થ ડે મનાવવા પહોંચી રણબીર-આલિયાની લાડલી, દાદી સાથે…

દિગ્ગજ અભિનેતા રણધીર કપૂરે 15 ફેબ્રુઆરીએ તેમનો 78 મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. રણધીર કપૂરના પરિવારે તેમનો બર્થ ડે ભારે ધૂમધામથી મનાવ્યો હતો. તેમની બર્થડે માટે પંચ તારક હોટલમાં એક સ્ટાર સ્ટડેડ પાર્ટી હોસ્ટ કરવામાં આવી હતી, જેમાં અનેક સેલિબ્રિટીઝ સામેલ થયા હતા. અભિનેતાના જન્મદિવસ પર તેમની દીકરીઓ કરિશ્મા, કરીના ઉપરાંત તેમની બેસ્ટ ફ્રેન્ડ મલાઈકા અરોરા અને અમૃતા અરોરા ઉપરાંત અનેક સેલિબ્રિટી હાજર રહ્યા હતા. જોકે, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર આ પાર્ટીમાં જોવા નહોતા મળ્યા, પરંતુ તેમની નાનકડી દીકરી રાહા દાદી નીતુ કપૂર સાથે આ પાર્ટીમાં પહોંચી હતી અને પાર્ટીની જાન બની ગઈ હતી.
કપૂર પરિવાર તેમની મોટી મોટી પાર્ટીઓ માટે જાણીતો છે. તેઓ દરેક ઉજવણી ધામધૂમથી કરવામાં માને છે. એવામાં પરિવારના વડીલ એવા અભિનેતા રણધીર કપૂરનો બર્થડે હોય એટલે પાર્ટી તો હોય જ. રણધીર કપૂરના બર્થડેમાં પરિવારની સાથએ સ્ટાર્સ પણ જોડાયા હતા. આ દરમિયાન દાદી નીતુ કપૂર સાથે આવેલી બેબી રાહા પણ તેની કાલીઘેલી બોલી અને નિર્દોષ મસ્તી મજાકથી લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી. એણે પાર્ટીમાં મમ્મી પપ્પાની કમી જ સાલવા નહોતી દીધી. સફેદ ફ્રોક અને વાઇટ સ્નીકર્સમાં રાહા પરી જેવી સુંદર લાગી રહી હતી.
નાનકડી રાહા કપૂર સાથે દાદી નીતુ કપૂર પણ સ્ટાઇલમાં પાર્ટીમાં હાજર થયા હતા. સફેદ ટી શર્ટની ઉપર બેજ કલરનું બ્લેઝર અને બ્લ્યુ જીન્સમાં નીતુ કપૂર ઘણા સ્ટાયલિશ લાગી રહ્યા હતા. પાપારાઝીઓ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં નીતુ કપૂર કારમાંથી બહાર આવતા દેખાય છે. તેમની આગળ આયા સાથે ક્યુટી બેબી રાહા પણ જોવા મળે છે.
રાહા અને નીતુ કપૂર ઉપરાંત આ બર્થડે બેશમાં અનેક સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. કરિશ્મા-કરીનાએ પિતાના બર્થ-ડેને યાદગાર બનાવવામાં કોઇ કસર છોડી નહોતી. આ ઉપરાંત બોલિવૂડની જાણીતી સેલિબ્રિટી સીસ્ટર્સ મલાઇકા અને અમૃતા અરોરા પણ પાર્ટીમાં સામેલ થયા હતા. હાલમાં જ મેરેજના બંધનમાં બંધાયેલા આદર જૈન અને તેની પત્ની અલેખા અડવાણી પણ આ ઇવેન્ટમાં પહોંચ્યા હતા.