રણબીર-આલિયાનો ‘કૃષ્ણા રાજ’ મહેલ તૈયાર: 250 કરોડના આલિશાન ઘરની પહેલી ઝલક…

મુંબઈઃ બોલીવુડના ગ્રેટ શોમેન રાજ કપૂરના પરિવારનું આજની તારીખે પણ વિશેષ મહત્ત્વ છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટના સપનાનો મહેલ બનીને તૈયાર છે, જેની કિંમત 250 કરોડ હોવાનું કહેવાય છે. આ 6 માળના બંગલામાં લાંબા સમયથી કામ ચાલી રહ્યું છે, જે હવે આખરે તૈયાર થઈ ગયું છે.
રણબીરના આ નિર્માણાધીન બંગલાની એક ઝલક સોશિયલ મીડિયા પર ઘણીવાર જોવા મળતી હતી. ઘણી વખત રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને નીતુ કપૂર આ સ્થળની મુલાકાત લેતા જોવા મળ્યા હતા.
પરંતુ હવે આ બંગલાના આગળના ભાગની ઝલક દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેના પરથી ઘર ખૂબ જ સુંદર અને ભવ્ય હોવાનુ જણાઈ આવે છે.
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની આ નવી મિલકત વિશે વાત કરીએ તો, તે એક પારિવારિક વારસાગત મિલકત છે. આ મિલકત મૂળ રણબીરના દાદા-દાદી એટલે કે રાજ કપૂર અને કૃષ્ણા રાજ કપૂરની હતી.
રાજ કપૂરે આ મિલકત રણબીરના માતાપિતા ઋષિ કપૂર અને નીતુ કપૂરને 1980માં આપી હતી, જેનો માલિક હવે રણબીર બની ગયો છે અને તે લગભગ 5 વર્ષથી આ બંગલો તૈયાર કરી રહ્યો છે. રણબીરે તેના સ્વર્ગસ્થ દાદા-દાદી રાજ કપૂર અને કૃષ્ણા રાજ કપૂરના નામ પરથી આ બંગલાનું નામ કૃષ્ણા રાજ રાખ્યું છે.
ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે રણબીર અને આલિયા ટૂંક સમયમાં તેમના નવા ઘરમાં શિફ્ટ થઈ શકે છે. સંભવતઃ તેઓ આ દિવાળીએ તેમના છ માળના ઘરમાં શિફ્ટ થઈ શકે છે અથવા આ માટે કોઈ શુભ તારીખ પસંદ કરવામાં આવી શકે છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા રણબીર-આલિયાના નવા ઘર પર ઘણા યુઝર્સ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે અને આ બંગલાની સુંદરતાથી મંત્રમુગ્ધ થઈ ગયા છે.
રણબીર-આલિયાના બંગલા વિશે વાત કરીએ તો તે આધુનિક સૌંદર્ય અને ગ્રીનરીનું સંપૂર્ણ મિશ્રણ છે. બંગલાની આસપાસની બાલ્કની છોડથી શણગારેલી છે, જે તેની સુંદરતામાં વધુ વધારો કરી રહી છે. આ વીડિયોમાં ઘરની અંદરની ઝલક પણ જોવા મળે છે.
પહેલા માળે, લિવિંગ રૂમમાં ભવ્ય ઝુમ્મર જોઈ શકાય છે અને સફેદ સોફા પણ દેખાય છે. રણબીર અને આલિયા ઘણીવાર તેમની પુત્રી સાથે બંગલાના કામની પ્રગતિ તપાસતા જોવા મળ્યા છે અને હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ ટૂંક સમયમાં અહીં શિફ્ટ થઈ શકે છે.
આ પણ વાંચો…આલિયા-રણબીરના ‘ઉતાવળા લગ્ન’નું સિક્રેટ શું હતું, પ્રેગ્નન્સી નહીં, આ હતું અસલી કારણ!