શું રામ કપૂરે વજન ઘટાડવા માટે કરાવી હતી સર્જરી? જાણો સચ્ચાઇ
આજે આપણે મોર્ડન એડવાન્સ્ દુનિયામાં જીવીએ છીએ જ્યાં એવી એવી દવાઓ મળે છે જે ચમત્કારિક પરિણામો આપે છે. દવાઓ અને ઇન્જેક્શન્સ લેવાથી તમારો દેખાવ પણ ફરી જાય છે અને તમે બેડોળમાંથી સુડોળ અને આકર્ષક દેખાવા માંડો છો. જોકે, શરીરની વજન ઘટાડવાની પ્રક્રિયામાં લોકો ઝડપી પરિણામો પર બહુ વિશ્વાસ નથી કરતા પણ શરીરની કુદરતી પ્રતિક્રિયા પર વધારે વિશ્વાસ કરે છે, કારણ કે વજન ઘટાડવાના ઝડપી પરિણામો લાંબો સમય નથી ટકતા. અભિનેતા રામ કપૂર પણ આવા જ ટ્રાન્સફોર્મેશનમાંથી પસાર થયા હતા, જેને કારણે નેટિઝન્સ એવી શંકા કરવા લાગ્યા હતા કે તેઓએ સર્જરી કરાવી છે અથવા તો વજન ઘટાડવાની દવા-ઓઝેમ્પિક લીધી છે. હવે તેમણે નેટિઝન્સને જવાબ આપ્યો છે કે જીમમાં લાંબા સમય રહેવાથી અને સખત મહેનત કરવાથી ઇચ્છીત શરીરનું લક્ષ્ય પ્રાપ્ત થઇ શકે છે.
આ પણ વાંચો: અરે બાપ રે! રામ કપૂરને આ શું થઇ ગયું….!, તમે જ જોઇ લો
રામ કપૂરે તેમનું વજન 55 કિલો ઘટાડી દીધું છે અને હવે તેઓ સ્લીમ અને ટ્રીમ અને આકર્ષક દેખાઇ રહ્યા છે. એકદમ ટૂંકા ગાળામાં તેમણે વજન ઘટાડ્યું હોવાથી નેટિઝન્સ એવી શંકા કરવા લાગ્યા હતા કે તેઓએ સર્જરી કરાવી છએ અથવા તો વજન ઘટાડવાની દવા-ઓઝેમ્પિક લીધી છે. હવે અભિનેતાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને આવી બધી અફવાઓને રદિયો આપ્યો છે અને જણાવ્યું છે કે તેમનું આ ટ્રાન્સફોર્મેશન તેમની સખત મહેનતનું પરિણામ છે.
વીડિયોના અંતે રામ કપૂરે ચાહકોને સવાલ કર્યો છે કે શું તમે હવે મારો વિશ્વાસ કરશો?
રામ કપૂર તેમની સિરિયલ બડે અચ્છે લગતે હૈની ભૂમિકા માટે જાણીતા છે. આ સિરિયલમાં તેમની સાથે અભિનેત્રી સાક્ષી તંવર હતી.