SRKની મસ્તી Ramcharanને સમજાઈ, પણ ફેન્સને ન ગમી, ટ્વીટર પર ટ્રોલ થયો

જામનગર (Jamnagar) ખાતે અંબાણી પરિવારના દીકરા અનંત Anant Ambani અને રાધિકા અંબાણીની પ્રિ-વેડિંગ સેલિબ્રેશન તો પૂરું થયું, પણ તેની વીડિયો વાયરલ થઈ રહ્યા છે અને લોકો તેને જોવાનું પસંદ પણ કરે છે. આવા જ એક વાયરલ વીડિયોને લીધે કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન ફેન્સના નિશાને ચડ્યો છે.
વાત જાણે એમ છે કે સેલિબ્રેશન દરમિયાન મ્યુઝિક નાઈટ્સમાં શાહરૂખ ખાન, આમિર ખાન અને સલમાન ખાને આરઆરઆર ફિલ્મના ઑસ્કાર વિનિંગ ગીત નાટુ નાટુ પર ડાન્સ કર્યો હતો. જોકે તેમનાથી સ્ટેપ્સ થતા ન હતા, ત્યારે શાહરૂખે રામચરણને બોલાવ્યો. એક બે વાર રામચરણ કહેતા રામચરણે જવાબ ન આપ્યો ત્યારે એસઆરકેએ તમીળમાં બોલવાની કોશિશ કરી અને તેને ઈડલીવડા કહીને બોલાવ્યો હોવાનું વીડિયોમાં વાયરલ થયું. હવે આ બાદ રામચરણ તો ત્રણય ખાન સાથે ડાન્સ કરતો જોવા મળે છે, પરંતુ ફેન્સને આ ગમ્યું નથી. ખાસ કરીને સાઉથના લોકોને શાહરૂખની આ વાત તેમના અપમાન જેવી લાગે છે. રામચરણની મેક અપ આર્ટિસ્ટ તો ચાલુ પ્રોગ્રામમાંથી બહાર નીકળી ગઈ હતી અને તેણે ઈન્સ્ટા પર પૉસ્ટ પણ મૂકી હતી જેમાં એકબીજાને રિસ્પેક્ટ કેમ નથી આપતા તેમ જણાવ્યું હતું. તો એક યુઝએ એમ લખ્યું હતું કે એસઆરકેને સુપરહીટ ફિલ્મ (જવાન) એક સાઉથ ઈન્ડિયન ડિરેક્ટરે જ આપી હતી.
જોકે ઘણાએ એસઆરકેનો પક્ષ રાખતા એવી કમેન્ટ પણ કરી છે કે તમિળ ન આવડતું હોવાથી તે આમ બોલ્યો અને કોઈ દિલ્હીવાળાને ભતૂરે કે લસ્સી કહીને બોલાવે તો કોઈ અપમાન ન કહેવાય. કોઈએ એમ પણ લખ્યું છે કે આ એસઆરકેની એક ફિલ્મનો ડાયલોગ છે, જે તે બોલી રહ્યો છે.
હવે એક્ટર્સ તો ત્રણ દિવસની મજા લૂંટીને આવ્યા છે ત્યારે નેટ યુઝર્સ બાખડવા કરતા વીડિયો જોઈને મજા માણે તો સારું.