ફિલ્મની રિલીઝ પહેલાં સુપરસ્ટાર પહોંચ્યો ભગવાનના દરબારે અને થયું કંઈક એવું કે….
સાઉથનો સ્ટાર રામ ચરણ તેની આગામી ફિલ્મ ‘ગેમ ચેન્જર’ને લઈને ચર્ચામાં છે. દરમિયાન તેણે મંદિર અને દરગાહની મુલાકાત લીધી હતી. અભિનેતાને જોવા ત્યાં ચાહકોની ભીડ એકઠી થઇ ગઈ હતી અને તે એટલી વધી ગઈ કે પોલીસે તેને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. રામચરણે તેમની ફિલ્મ આરસી ૧૬ના નિર્દેશક બુચી બાબુ સના સાથે આંધ્ર પ્રદેશના કડપ્પાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓ શ્રી વિજયા દુર્ગા દેવી મંદિરના દર્શન કરવા આવ્યા હતા. તેમણે દેવી દુર્ગા સમક્ષ પ્રણામ કરી અને આરતી ઉતારી હતી.
આ ઉપરાંત, તેણે અમીન પીરની દરગાહ પર પણ માથું ટેકવ્યું હતું. તે દરગાહમાં મજાર સમક્ષ માથું નમાવી અને હાથ જોડીને આશીર્વાદ લેતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તેમણે એક મુશાયરામાં પણ ભાગ લીધો હતો.
આ પણ વાંચો: સ્ટ્રીટ ક્રિકેટના ઓપનિંગમાં સચિન, અક્ષય, રામ ચરણ અને સૂર્યાનો ‘નાટૂ નાટૂ’ પર ડાન્સ
તમને જણાવી દઈએ કે રામ ચરણ સંગીતકાર એઆર રહેમાનની જૂની ઈચ્છા પૂરી કરવા દરગાહ ગયા હતા. રામચરણની દરગાહ અને મંદિરના દર્શન દરમિયાન ચાહકોની ભારે ભીડ ઉમટી હતી. જેના કારણે રસ્તો પણ બ્લોક થઈ ગયો હતો.
અભિનેતાના ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાં તે પોતાની કારના સનરૂફ પરથી ચાહકોને શુભેચ્છા પાઠવતો જોવા મળે છે. રસ્તા પર રામ ચરણને ચાહનારા લોકોનો ધસારો હતો. ભીડ એટલી વધી ગઈ કે તેને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
આ પણ વાંચો: સાત વર્ષ જૂની ઈચ્છા પૂરી કરવા માટે ફિલ્મમાં રામ ચરણે કોને કાસ્ટ કરી?
રામ ચરણની ફિલ્મ ‘ગેમ ચેન્જર’નું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. આ ફિલ્મમાં તેની સાથે મુખ્ય અભિનેત્રી તરીકે કિયારા અડવાણી જોવા મળશે. આ એક પોલિટિકલ ડ્રામા છે જેની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. ‘ગેમ ચેન્જર’ ૧૦ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.