રકુલ પ્રીત સિંહનો ‘વ્હાઇટ વન્ડર’ લૂક: સ્ટાઇલ અને ગ્લેમનું પરફેક્ટ કોમ્બિનેશન…

બોલીવૂડની ગ્લેમરસ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ તેના શાનદાર ફેશન સેન્સ અને આકર્ષક લુક્સ માટે જાણીતી છે. તાજેતરમાં જ રકુલે પોતાના લેટેસ્ટ ફોટોશૂટમાં સ્ટાઇલ અને ગ્લેમનું સારું કોમ્બિનેશન રજૂ કર્યો છે, જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. રકુલ પ્રીત સિંહ આ ફોટોશૂટમાં એક ખૂબ જ સુંદર અને આધુનિક સફેદ ડ્રેસ (White Dress) માં જોવા મળી રહી છે. આ ડ્રેસની ડિઝાઇનિંગ એટલી ક્લાસી અને આકર્ષક છે કે તે મોડર્ન ફેશનનો બેસ્ટ એક્ઝામ્પલ સમાન છે.
રકુલે આ સફેદ આઉટફિટમાં પ્લીટ્સ (Pleats) અને સીક્વિન (Sequin) નું સુંદર કામ છે. પ્લીટ્સ ડ્રેસમાં એક ગતિશીલતા (Movement) ઉમેરે છે, જ્યારે સીક્વિનનું બારીક વર્ક તેને ખાસ ગ્લેમરસ ટચ આપે છે. આ કોમ્બિનેશન ડ્રેસને વધુ ખાસ બનાવી દે છે. આ આઉટફિટને કમ્પલિટ બનાવવા માટે, રકુલે એક્સેસરીઝ અને મેકઅપમાં ‘મિનીમલિઝમ’ની થીમ અપનાવી છે, જે તેના લુકને સંપૂર્ણ બનાવે છે:
રકુલે પોતાના સુંદર આઉટફિટ સાથે એકદમ સોફ્ટ મેકઅપ કરવાનું પસંદ કર્યું છે. ન્યૂડ ટોનવાળી લિપસ્ટિક અને હળવો આઇ મેકઅપ કરીને તેણે પોતાના ચહેરાની તાજગીને બરકરાર રાખી છે. આ સુંદર મેકઅપે એક્ટ્રેસની સુંદરતામાં ચાર ચાંદ લગાવવાનું કામ કર્યું હતું.
એક્સેસરીઝની વાત કરીએ તો રકુલે પોતાના આ લૂકને વધારે એલિગન્સ બનાવવા માટે હાથમાં નાજુક અને ડેલિકેટ રિંગ્સ (Delicate Rings) પહેરી છે. આ રિંગ્સ તેના લુકને વધુ ક્લાસી અને પોલિશ્ડ બનાવી રહી છે. ભારેભરખમ જ્વેલરીને બદલે સિમ્પલ અને મિનિમલ જ્વેલરી પહેરીને રકુલ પ્રીત સિંહે પોતાના આ લૂકને કમ્પલિટ કર્યો છે.
રકુલ પ્રીત સિંહનો આ લુક ફેશન ફોરવર્ડ છે અને યંગ જનરેશન માટે એકદમ પાર્ટી પરફેક્ટ કે ફેશન ઇવેન્ટ્સમાં સ્ટાઇલિંગનો એક આદર્શ ઉદાહરણ પૂરું પાડે છે. આપણે ત્યાં આમ પણ સફેદ રંગને શુદ્ધતા અને શાંતિ સાથે જોડીને જોવામાં આવે છે. રકુલ પ્રીત સિંહે વ્હાઈટ કલર, સીક્વિન અને ગ્લેમરના મિશ્રણથી સાબિત કર્યું છે કે ફેશનની બાબતમાં તે એકદમ લાજવાબ છે.
સોશિયલ મીડિયા પર રકુલ પ્રીત સિંહના ફોટો વાઈરલ થઈ રહ્યા છે અને ફેન્સ તેના પર લાઈક અને કમેન્ટ કરીને પ્રેમ વરસાવી રહ્યા છે. તમે પણ એક્ટ્રેસના આ વાઈરલ ફોટો ના જોયા હોય તો અત્યારે જ જોઈ લો…
આ પણ વાંચો…સસરા વાસુ ભગનાનીનું નામ સાંભળતા જ રકુલ પ્રીત સિંહે કર્યું કંઇક આવું…..



