ફાઈનલની જીત પહેલા એક ખુશખબર, હમણા જ જાણી લો

આજે આખો દેશ ટીવી સામે ચોંટીને બેઠો છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ રમાઈ રહી છે અને દરેક ભારતીય ક્રિકેટપ્રેમીના દિલમાં ટીમ ઈન્ડિયાના હાથમાં ટ્રોફી જોવાની ઈચ્છા છે, પણ ક્રિકેટરસિયાઓને જેટલો આનંદ ટ્રોફી જોઈને થશે તેટલો જ આનંદ ફિલ્મરસિયાઓને આ ખબર વાંચીને થશે.
70-80ના દાયકાની ફિલ્મો જેમણે જોઈ છે તે તમામ ફિલ્મરસિયાઓની ફેવરીટ અને પોતાના જમાનાની બોલ્ડ અભિનેત્રી રાખી ગુલઝારને ફરી થિયેટરોમાં જોવાનો મોકો તેમને મળી શકે તેમ છે. જોકે આ માટે તેમણે બંગાળી ફિલ્મ જોવી પડશે.

લગભગ 22 વર્ષ ફિલ્મજગત જ નહીં જાહેરજીવનથી દૂર રહેનારી, પરિવારથી દૂર ગુમનામ જેવું જીવન જીવતી રાખી અમાર બૉસ નામની નંદીતા રૉય અને શિબોપ્રસાદ મુખર્જીની ફિલ્મમાં દેખાઈ રહી છે. ફિલ્મનું ટીઝર અને એક સૉંગ લૉંચ થયું છે, જેમાં રાખી બૉયકટ સ્ટાઈલના વાળમાં ઓફ વ્હાઈટ સાડીમાં દેખાઈ રહી છે.
આપણ વાંચો: શુભમન ગિલના સ્ટેડીયમમાં મેચ જોવા આવેલી આ અભિનેત્રી ડેટ કરી રહ્યો છે! અટકળોએ જોર પકડ્યું
લગભગ 100 જેટલી ફિલ્મોમાં કામ કરનારી રાખીએ સુપ્રસિદ્ધ ગીતકાર અને ફિલ્મસર્જક ગુલઝાર સાથે લગ્ન કર્યા. તેમનાં લગ્નજીવન દરમિયાન મેઘના ગુલઝાર નામની એક દીકરી થઈ, જે પણ ફિલ્મસર્જક છે.
રાખી અને ગુલઝાર વચ્ચે ખટપટના અહેવાલો શરૂ થયા હતા અને અંતે બન્નેએ અલગ થવાનો નિર્ણય લીધો. તેમના અલગ થયા બાદ રાખીએ યશરાજ બેનર સાથે કભીકભી ફિલ્મ કરી અને ફરી ફિલ્મોમાં ચમકી.

તેણે કેરેક્ટર રોલ પણ કર્યા. જોકે અચાનક તેણે ફિલ્મોમાંથી સન્યાસ લઈ લીધો અને તે મુંબઈથી દૂર ફાર્મહાઉસમાં રહેવા ચાલી ગઈ. અહીં તે ગાય ભેંસની સેવા કરતી અને પ્રકૃતિ સાથે જીવન માણતી દેખાઈ.
હવે તે ફરી થિયેટરમાં દેખાઈ રહી છે. બંગાળી ફિલ્મથી તેણે શરૂઆત કરી છે ત્યારે આપણે આશા રાખીએ કે હિન્દી ફિલ્મોમા પણ તે જોવા મળે.