અંબાણીના ઈવેન્ટમાં રજનીકાંતે અમિતાભ સાથે આ શું કર્યું કે……
પીઢ અભિનેતા અમિતાભ બચ્ચન અને રજનીકાંતે શનિવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના શુભ આશીર્વાદ સમારોહમાં હાજરી આપી હતી. રજનીકાંતે બીગ બીના ચરણ સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યા બાદ હવે અમિતાભની પ્રતિક્રિયાનો એક વીડિયો સામે આવ્યો છે.
ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી ક્લિપમાં બંનેએ એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. અમિતાભે હાથ લંબાવતા જ રજનીકાંતે તેમના ચરણને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો. અમિતાભે ઝડપથી તેમના હાથ પકડી લીધા અને પછી તેમને આલિંગન આપ્યું હતું. બંનેએ થોડીવાર હાથ મિલાવ્યા અને પછી એકબીજા સાથે વાત પણ કરી. આ કાર્યક્રમમાં અમિતાભે રંગબેરંગી શેરવાની અને શાલ પહેરી હતી, જ્યારે રજનીકાંત સફેદ આઉટફિટમાં જોવા મળ્યા હતા.
અમિતાભ બચ્ચન અને રજનીકાંત બંને ફિલ્મી જગતના દંતકથા સમાન સિતારાઓ છે. બંને એકબીજાને ભારે રિસ્પેક્ટઆપે છે. બંને લોકોના પ્રેમના હકદાર છે. તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકો જાતજાતની કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે, “એક ફ્રેમમાં બે દંતકથાઓ.” એક વ્યક્તિએ લખ્યું, “કેટલા નમ્ર લોકો છે.” એક ટિપ્પણીમાં લખ્યું હતું કે, “તેમના બંને હાવભાવ ખૂબ જ મધુર છે.” એક ઇન્સ્ટાગ્રામ યુઝરે કહ્યું કે, “બંને લિજેન્ડ હોવા છતાં, તેઓ એટલા ડાઉન ટુ અર્થ છે.” શુક્રવારે યોજાયેલા અનંત અને રાધિકાના લગ્ન સમારોહમાં અમિતાભ અને રજનીકાંત પણ સામેલ હતા.
આ શુભ આશિર્વાદ સમારોહમાં સમગ્ર બોલિવૂડ ઉમટ્યું હતું, જેમાં સલમાન ખાન, જાહ્નવી કપૂર, ઐશ્વર્યા રાય, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, સારા અલી ખાન, સંજય દત્ત, અજય દેવગણ, હેમા માલિની, શનાયા કપૂર, દિશા પટાની, ખુશી કપૂર, સચિન તેંડુલકર અને સાનિયા મિર્ઝા સહિતના મહેમાનો પણ પહોંચ્યા હતા. સમારોહ દરમિયાન રશ્મિકા મંદન્ના, વિધુ વિનોદ ચોપરા, વેંકટેશ દગ્ગુબાતી, શાહિદ કપૂર અને તેની પત્ની મીરા રાજપૂત પણ જોવા મળ્યા હતા.