74 વર્ષના રજનીકાન્તે તોડ્યા બોક્સ ઓફિસ રેકોર્ડ, કુલીનું 100 કરોડથી વધુનું એડવાન્સ બુકિંગ

મુંબઈઃ સિનેમાની વાત આવે એટલે રજનીકાંતનું નામ ભૂલી શકાય નહીં! રજનીકાંતની ફિલ્મ બોક્સ ઓફિસ ધૂમ મચાવતી હોય છે. અત્યારે રજનીકાંતની નવી ફિલ્મ કુલી બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ ગઈ છે. રજનીકાંતને સિનેમામાં 50 વર્ષ પૂર્ણ કરી દીધા છે. આ દિગ્ગજ અભિનેતા પોતાના ચાહકોને આકર્ષવા માટે ફરી એક એક જોરદાર ફિલ્મ સાથે બોક્સ ઓફિસ પર આવી ગયો છે. ‘કુલી’ નામની આ ફિલ્મ 14 ઓગસ્ટે રિલીઝ થઈ ગઈ છે.
રજનીકાંતને સિનેમામાં 50 વર્ષ પૂર્ણ કર્યા
આ ફિલ્મમાં નાગાર્જુન અક્કીનેની, સૌબિન શાહિર, આમિર ખાન, શ્રુતિ હાસન પણ જોવા મળ્યાં છે. મહત્વની વાત એ છે કે, રજનીકાંતની આ ફિલ્મ હૃતિક રોશન અને જુનિયર એનટીઆરની ‘વોર 2’ સાથે ટકરાઈ રહી છે. જો કે, એડવાન્સ ટિકિટ વેચાણમાં ‘કુલી’ એ ‘વોર 2’ને માત આપી દીધી છે. રજનીકાંતની ‘કુલી’ ફિલ્મે એડવાન્સ બુકિંગમાં 100 કરોડની કમાણી કરી લીધી છે.
‘ગેમ ચેન્જર’ને પાછળ છોડી કૂલીએ નવો રેકોર્ડ સર્જ્યો
બોક્સ ઓફિસમાં એડવાન્સ બુકિંગમાં ‘કુલી’એ એક નવો રેકોર્ડ સર્જ્યો છે. આ પહેલા ‘ગેમ ચેન્જર’એ એડવાન્સ ટિકિટ વેચાણમાં 80 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જે બાદ હવે ‘ગેમ ચેન્જર’નો રેકોર્ડ તોડીને 100 કરોડની એડવાન્સ કમાણી સાથે ‘કુલી’ આગળ નીકળી ગઈ છે. ‘કુલી’ ફિલ્મ ‘લિયો’ના પહેલા દિવસના કલેક્શનનો રેકોર્ડ તોડી શકે છે અને પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનારી તમિલ ફિલ્મ બની શકે છે.
કૂલી’અને ‘વોર 2’ કોણ કરશે સૌથી વધારે કમાણી?
આ સાથે અન્ય ફિલ્મોની વાત કરવામાં આવે તો, એડવાન્સ ટિકિટ વેચાણની વાત કરવામાં આવે તો ‘વોર 2’એ અત્યાર સુધીમાં 16 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ‘વોર 2’ અને ‘કૂલી’ બંને ફિલ્મમાં સાઉથના અભિનેતાઓ છે. ‘કુલી’માં રજનીકાંત છે અને ‘વોર 2’ માં જુનિયર એનટીઆર છે, એટલે કમાણી મામલે કોઈ ચોક્કસ અંદાજ લગાવી શકાય નહીં. હવે જોવાનું એ છે કે, આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર કેવી કમાણી કરશે.
આપણ વાંચો: શિલ્પા શેટ્ટી-રાજ કુંદ્રા સામે મુંબઈના ક્યા બિઝનેસમેનને 60 કરોડનો ચૂનો લગાવવાની નોંધાઈ ફરિયાદ ?