રજનીકાંતની કુલી 500 કરોડની કમાણી કરી લેશે? જાણો વૉર 2ના બોક્સ ઓફિસ પર કેવા છે હાલ…
મનોરંજન

રજનીકાંતની કુલી 500 કરોડની કમાણી કરી લેશે? જાણો વૉર 2ના બોક્સ ઓફિસ પર કેવા છે હાલ…

મુંબઈઃ સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ કુલી ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. દિગ્દર્શક લોકેશ કનાગરાજે ફિલ્મમાં આમિર ખાન અને નાગાર્જુન જેવા કલાકારોને પણ કાસ્ટ કર્યા હોવાથી લોકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે.

આ ફિલ્મે શરૂઆતના દિવસોમાં સારી એવી કમાણી કરી લીધી હતી. પરંતુ અત્યારે 12મા દિવસે કુલી ફિલ્મના કલેક્શનમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. કારણ એ પણ હોઈ શકે કે, સિનેમાઘરોમાં અત્યારે રીતિક રોશન-જૂનિયર એનટીઆરની વૉર-2 પર ચાલી રહી છે.

કુલી ફિલ્મે એક અઠવાડિયામાં 229.65 કરોડ રૂપિયા છાપ્યા
આંકડાની વાત કરવામાં આવે તો, રીતિક રોશન-જૂનિયર એનટીઆરની ફિલ્મ વૉર-2 રજનીકાંતની કુલી સામે થોડી ફિક્કી તો રહી છે. કુલી ફિલ્મે એક અઠવાડિયામાં 229.65 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જો કે, ત્યારબાદ તેની કમાણીમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ ફિલ્મે 9મા દિવસે માત્ર 5.85 કરોડનો વેપાર કર્યો હતો.

જોકે, ત્યારબાદ 10મા અને 11મા દિવસે ક્રમશઃ 10.5 કરોડ રૂપિયા અને 11.35 કરોડ રૂપિયાનો વેપાર કર્યો હતો. મહત્વની વાત એ છે કે, આજે 12મા દિવસે કમાણીમાં તોતિંગ ઘટાડો આવ્યો છે. આજે માત્ર 1.87 કરોડ રૂપિયાની જ કમાણી થઈ હોવાના આંકડા પ્રકાશમાં આવ્યાં છે.

375 કરોડ રૂપિયામાં બની છે રજનીકાંતની ફિલ્મ કુલી
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રજનીકાંતની આ ફિલ્મનું કુલ બજેટ 375 કરોડ રૂપિયા હતું. કુલી ફિલ્મની કુલ કમાણીની વાત કરવામાં આવે તો, અત્યારે સુધીમાં આ ફિલ્મ 479 કરોડ રૂપિયાનો વેપાર રી લીધો છે. એટલે કે કુલી ફિલ્મે પોતાના બજેટને બાદ કરતા નફાની કમાણી કરી લધી છે.

સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે, આ ફિલ્મ 700 કરોડ રૂપિયાનો વેપાર કરી શકે છે. રજનીકાંતની કુલી અને રીતિક રોશન-જૂનિયર એનટીઆરની ફિલ્મ વૉર-2 એક જ દિવસે રિલીઝ થઈ હતી.

WAR:II

વૉર-2એ બોક્સ ઓફિસ પર 340.15 કરોડ રૂપિયાનો વેપાર કર્યો
રીતિક રોશન-જૂનિયર એનટીઆરની ફિલ્મ વૉર-2ની વાત કરવામાં તો આ ફિલ્મે કુલ 340.15 કરોડ રૂપિયાનો વેપાર કરી લીધો છે. વૉર-2 ફિલ્મ રજનીકાંતની ફિલ્મ સામે ટકી શકી નથી.

આજે બોક્સ ઓફિસમાં વૉર-2ની કમાણી નહીવત રહી હતી. પહેલા વીકેન્ડમાં તો બંને ફિલ્મે સારી એવી કમાણી કરી હતી પરંતુ બીજા વીકેન્ડમાં લોકોએ આ ફિલ્મને એટલી પસંદ કરી નથી. બીજા વીકેન્ડમાં મોટાભાગે થિયેટરો ખાલી રહ્યાં હતાં.

આ પણ વાંચો…Coolieની સફળતા વચ્ચે રજનીકાંતે રડતા અવાજે યાદ કર્યા પોતાના મજૂરીના દિવસો

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button