રજનીકાંતની બ્લોકબસ્ટર ફિલ્મ કુલી ઓટીટી પર થઈ રિલીઝ! હિંદી દર્શકોને હજી રાહ જોવી પડશે

મુંબઈઃ સાઉથ ફિલ્મ ઉદ્યોગના સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ કુલીએ બોક્સ ઓફિસમાં ધૂમ મચાવી હતી. બોક્સ ઓફિસમાં ધૂમ મચાવ્યા બાદ આ ફિલ્મ હવે ઓટીટી પર રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં રજનીકાંત સાથે નાગાર્જુન, શ્રુતિ હાસન, આમિર ખાન, સૌબિન શાહિર, સત્યરાજ, અપેન્દ્ર અને રચિતા રામ જેવા કલાકારોએ મહત્વની ભૂમિકા ભજવી છે.મહત્વની વાત છે કે, કુલી ફિલ્મ 2025મી સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ છે.હવે આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર પણ ધૂમ મચાવવાની છે. જોકે, હિંદી ભાષાના દર્શકોએ હજી થોડી રાહ જોવી પડી શકે છે.
કુલી ફિલ્મને ઓટીટી પર પાંચ ભાષામાં રિલીઝ કરવામાં આવી
એક્શન થ્રિલર ફિલ્મ કુલીને ઓટીટી પર હિંદી દર્શકો અત્યારે ઓટીટી પર જોઈ શકશે નહીં. કારણ કે,અત્યારે ઓટીટી પ્લેટફોર્મ પર કુલીને મલયાલમ, કન્નડ, તેલુગુ અને તમિલ ભાષામાં જ રિલીઝ કરવામાં આવી છે.આજે 11મી સપ્ટેમ્બરે ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મે બોક્સ ઓફિસમાં રૂપિયા 514 કરોડનો કારોબાર કર્યો હતો. ભારતીય બોક્સ ઓફિસ પર આ ફિલ્મે 284.47 કરોડ રૂપિયા અને વર્ડવાઈડ કુલીએ રૂપિયા 514.65 કરોડનો વેપાર કર્યો છે.રજનીકાંતની ફિલ્મને લોકો બોક્સ ઓફિસ પર ખૂબ જ પ્રેમ આપતા હોય છે.
14 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી કુલી
અત્રે ઉલ્લેખનીય છે કે, 350 કરોડમાં બનેલી આ ફિલ્મે બોક્સે ઓફિસ પર ધૂમ કમાણી કરી બતાવી છે.સિનેમા જગતમાં થલાઈવા રજનીકાંતને 50 વર્ષ પૂર્ણ થયાની ખુશીમાં લોકેશ કનાગરાજે આ ફિલ્મ કુલીને 14 ઓગસ્ટના રોજ રિલીઝ કરી હતી. જેના કારણે કુલી ફિલ્મ 2025ની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ છે. કુલીએ વોર 2ને પણ માત આપી છે. 74 વર્ષની ઉમરે પણ રજનીકાંત એક્શન ફિલ્મોમાં પોતાનું સર્વશ્રેષ્ઠ આપી રહ્યાં છે, તે ખરેખર ખૂબ જ મોટી વાત છે. આ ફિલ્મની કહાણી પણ લોકોને ખૂબ જ પસંદ આવી હતી.