બોલો, એ ફિલ્મની સક્સેસ પાર્ટીમાં રાજ કુમારે સલમાનની બેઈજ્જતી કરી નાખી હતી…
મુંબઈ: બૉલીવુડના ‘ભાઇજાન’ અભિનેતા સલમાન ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીને કંટ્રોલ કરે છે એવું કહેવામાં આવે છે અને તેમની સાથે સારા સંબંધો હોવા એટલે તમને ફિલ્મોની ઓફર મળે છે એવા અનેક આરોપ પણ કરવામાં આવતા હોય છે. પરંતુ એક જમાનાના આ સુપરસ્ટારની એક જમાના સ્ટાર કલાકારે જોરાદર સંભાળવી દીધી હતી.
માન્યામાં આવતું નથી તો ચાલો જણાવીએ રિયલ સ્ટોરી. ‘મૈને પ્યાર કિયા’ ફિલ્મમાં લીડ એક્ટર તરીકે ડેબ્યૂ કરનાર અભિનેતા સલમાન ખાનની આ ફિલ્મ આજે પણ લોકોને જોવી ગમે છે. આ ફિલ્મ સુપરહીટ હતી. આ ફિલ્મની સક્સેસ માટે એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં સલમાન ખાને તે સમયના ટોચના અભિનેતા રાજ કુમારે એવો પ્રશ્ન પૂછ્યો હતો જેને સાંભળીને આ અભિનેતા ગુસ્સે ભરાયા હતા.
ડિરેક્ટર સુરજ બડજાત્યાની ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’ની સક્સેસ પાર્ટીમાં ફિલ્મની સ્ટારકાસ્ટ સાથે બૉલીવૂડના અનેક સિતારાઓ પણ સામેલ થયા હતા. આ પાર્ટીમાં દિગ્ગજ અભિનેતા રાજ કુમાર પણ આવ્યા હતા. આ દરમિયાન રાજકુમારે મને ‘મૈને પ્યાર કિયા’ના લીડ એક્ટરને મળવું છે, એવું સુરજ બડજાત્યાને જણાવ્યું હતું.
રાજકુમારની આ ઈચ્છાને પૂર્ણ કરવા સુરજ બડજાત્યા તેમને સલમાન ખાનને મળવા લઈ ગયા, પણ યંગ સલમાન ખાને રાજ કુમાર ઓળખ્યા નહોતા અને તેણે પૂછ્યું કે તમે કોણ છો?. સલમાન ખાનની આ વાતને સાંભળીને રાજ કુમાર ગુસ્સે ભરાઈ ગયા હતા. રાજ કુમારે સલમાનને નારાજ થઈને કહ્યું કે ‘બેટા જઈને તારા બાપને પૂછ કે હું કોણ છું,’ એવું કહ્યું હતું.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છેલ્લે રાજ કુમારની જાણીતી ફિલ્મોમાં તિરંગા અને સોદાગર વધુ જાણીતી બની હતી. એક પોલીસ સબ ઈન્સ્પેક્ટરમાંથી ફિલ્મના અભિનેતા બનનારા રાજ કુમારે અનેક ફિલ્મોમાં કામ કરીને નામ કમાવ્યું હતું. હિન્દી ફિલ્મોમાં મધર ઈન્ડિયા, હીર રાંઝા સહિત હમરાજ સહિત 70 ફિલ્મમાં કામ કર્યું હતું.