ભારતીય સિનેમાજગતને વિશ્વમાં ઓળખ અપાવવા માટે બે નામ જાણીતા છે. એક બંગાળના ડિરેકે્ટર સત્યજીત રે અને બીજા હિન્દી સિનેમાજગતના શૉ મેન રાજ કપૂર. કલાકારો દેશની સરહદ છોડીને વિશ્વભરમાં વખાણાયા છે, પરંતુ રાજ કપૂર આમાં તે સમયમાં મોખરે હતા.
આજે તેમની 100મી જન્મજયંતી છે. કપૂર પરિવારે આ અવસરને ધામધૂમથી ઉજવવાનું નક્કી કર્યુ છે અને રાજ કપૂરની ક્લાસિક ફિલ્મો થિયેટરોમાં રિલિઝ કરી છે.
રાજ કપૂર કપૂર ખાનદાનમાંથી આવતા હોવા છતાં અને તે સમયના ટોચના કલાકાર પૃથ્વીરાજ કપૂરના પુત્ર હોવા છતાં સંઘર્ષ કરી આગળ આવ્યા છે. આજના દિવસે એટલે કે 14 ડિસેમ્બર 2024માં જન્મેલા રાજ કપૂર પરિવારમાં સૌથી મોટા હતા અને 1935માં માત્ર દસ વર્ષની ઉંમરે તેમણે ઈંકલાબ નામની ફિલ્મમાં બાળ કલાકાર તરીકે કામ કર્યુ હતું.
1947માં મધુબાલા સાથે નીલકમલ ફિલ્મથી તેમનું રૂપેરી પદડે અભિનેતા તરીકે પદાર્પણ થયું, પરંતુ તે પહેલા ટેકનીશિયન તરીકે, ક્લેપબૉય તરીકે પણ કામ કર્યું. તેમણે કેદાર શર્માની વિષકન્યા ફિલ્મમાં ક્લેપબૉય તરીકે કામ કર્યુ હતું. જોકે તેમનો આ અનુભવ તેમને ખૂબ કામ આવ્યો અને તેથી જેટલા સારા અભિનેતા બન્યા તેટલો જ કરતબ પદડા પાછળ ડિરેક્ટર તરીકે દેખાડ્યો અને માત્ર 24 વર્ષની ઉંમરે ચેમ્બુરમાં આર.કે. સ્ટૂડિયોની સ્થાપના કરી. આ સ્ટૂડિયોમાં ભારતની જ નહીં વિશ્વના સિનેમાજગતની ક્લાસિક ફિલ્મો બનીને બહાર આવી.
આ પણ વાંચો…વહેલી સવારે જેલમાંથી છૂટ્યો અલ્લુ અર્જુન કેદી નંબર 7697, જેલમાં વિતાવી રાત
રાજ કપૂરે કેટલાય એવોર્ડ પોતાને નામ કર્યા અને ઘણા નવા સિતારાઓને તક આપી જેમણે બોલીવૂડમાં નામ-દામ કમાયા.